મેડિકલ જર્નલ એથેરોસ્ક્લેરોસિસ થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોને વર્ષ 2020માં કોવિડ હતો અને તેને રસી આપવામાં આવી ન હતી. તેઓને રોગ પછી લગભગ ત્રણ વર્ષ સુધી હૃદયરોગનો હુમલો અથવા મૃત્યુ જેવી મોટી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાનું જોખમ જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો ન હતો તે લોકોની તુલનામાં બમણું હતું. જે વધુ ગંભીર બાબત તરફ ઈશારો કરે છે. તેના હૃદયની મોટી ઘટનાનું જોખમ પણ ત્રણ ગણાથી વધુ વધારે હતું.
આ સંશોધનમાં 11 હજારથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આમાં તે લોકોના મેડિકલ રિપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમને વર્ષ 2020માં કોવિડ થયો હતો એટલે કે તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે યુકે બાયોબેંક નામના વિશાળ ડેટાબેઝમાં સમાવિષ્ટ લગભગ 2.5 મિલિયન લોકોના તબીબી રેકોર્ડ પર આધારિત હતું.
સંશોધનકતર્એિ આ ડેટાસેટમાં આવા 11 હજારથી વધુ લોકોની ઓળખ કરી હતી. જેના કોવિડ-19 રીપોર્ટ વર્ષ 2020માં પોઝિટિવ આવ્યા હતા જેના મેડિકલ રેકોર્ડ નોંધાયેલ છે. તેમાંથી, 3,000 થી વધુ લોકોને ગંભીર ચેપ્ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ આ જૂથોની તુલના સમાન ડેટાબેઝમાં 222,000 થી વધુ લોકો સાથે કરી. જેમની પાસે સમાન સમયમયર્દિામાં કોવિડ -19ની કોઈ હિસ્ટ્રી નથી. જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. તેમના માટે, કોવિડ ભવિષ્યના હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે ડાયાબિટીસ અથવા પેરિફેરલ ધમની બિમારી અથવા પીએડી જેટલું શક્તિશાળી જોખમ પરિબળ હોવાનું જણાયું હતું. સંશોધનનો અંદાજ છે કે મે 2020 અને એપ્રિલ 2021 વચ્ચે, 3.5 મિલિયનથી વધુ અમેરિકનો કોવિડ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
આપણે જાણીએ છીએ કે ચેપથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. તેથી જો ઈન્ફલ્યુએન્ઝા છે. જો કોઈપણ પ્રકારનો ચેપ લાગ્યો હોય. તે બેક્ટેરિયલ હોય કે વાયરલ, તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ તમામ બેક્ટેરિયલ ઇન્ફેક્શન મટી જાય છે. પરંતુ આજ સુધી એ નથી જાણવા મળ્યું કે કોવિડ આટલા વર્ષો પછી પણ હૃદયના કાર્યને કેમ અસર કરે છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech