જો તમે પણ એપલની કોઈ પ્રોડકટનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. એપલ ઉપકરણોનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ પર એક મોટો ખતરો છે. ખરેખર, ભારત સરકાર હેઠળની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી–ઈન) એ એપલ ઉત્પાદનો માટે ઉચ્ચ ગંભીરતા વાળી ચેતવણી જાહેર કરી છે. એડવાઈઝરી અનુસાર, આઈઓએસ, એમએસીઓએસ અને આઈપેડઓએસ સહિત અન્ય સોટવેર વર્ઝનમાં ઘણી ક્ષતિઓ ઉપસ્થિત છે.
આ ખામીઓ દૂરસ્થ હત્પમલાખોરને ઉપકરણની અકસેસ મેળવવા અને મનસ્વી કોડ ચલાવવાની મંજૂરી આપી શકે છે. આ ખામીઓ આઈઓએસ ૧૮, આઈપેડઓએસ ૧૭.૭, એમએસીઓએસ ૧૪.૭ અને અન્ય પહેલાના સંસ્કરણોને અસર કરે છે.
સાયબર સિકયોરિટી એજન્સીએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, એપલ પ્રોડકટસમાં ઘણી ખામીઓ જોવા મળી છે જે હત્પમલાખોરને સંવેદનશીલ માહિતી એકસેસ કરવા, મનસ્વી કોડનો અમલ કરવા, સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા, સેવાનો ઇનકાર (ડીઓએસ) વગેરેનું કારણ બની શકે છે. પ્રમાણીકરણને બાયપાસ કરવા, સિસ્ટમ વિશેષાધિકારો મેળવવા અને લય સિસ્ટમ પર સ્પુફિંગ હત્પમલાઓ કરવા અનુમતિ આપી શકે છે.
ઉપર સૂચવ્યા મુજબ, આ ખામીઓ ઉચ્ચ ગંભીરતા રેટિંગ સાથે ચિ઼િત થયેલ છે. આ નીચેના આપેલા એપલ સોટવેર વર્ઝનને અસર કરે છે:
– એપલ આઈઓએસ વર્ઝન ૧૮ પહેલા અને આઈપેડઓએસ વર્ઝન ૧૮ પહેલા
– એપલ આઈઓએસ વર્ઝન ૧૭.૭ પહેલા અને આઈપેડઓએસ વર્ઝન ૧૭.૭ પહેલા
– એપલ મેકઓએસ સોનામા વર્ઝન ૧૪.૭ પહેલા
– એપલ મેકઓએસ વેન્ચર વર્ઝન ૧૩.૭ પહેલા
– એપલ મેકઓએસ સેકવોઇઆ વર્ઝન ૧૫ પહેલા
– એપલ ટીવીઓએસ વર્ઝન ૧૮ પહેલા
– ૧૧ પહેલા એપલ વોચઓએસ વર્ઝન
– ૧૮ પહેલા એપલ સફારી વર્ઝન
– એપલ એકસકોડ વર્ઝન ૧૬ પહેલા
– એપલ વિઝન વર્ઝન ૨ પહેલા
સુરક્ષિત રહેવા માટે આ કામ તરત જ કરો
સીઈઆરટી–ઈનએ એપલ ઉત્પાદનોના વપરાશકર્તાઓને તેમના ઉપકરણોને નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ સંસ્કરણ પર અપડેટ કરવાની સલાહ આપી છે. એ તાજેતરમાં આઈપેડઓએસ ૧૮ અને અન્ય સોટવેર વર્ઝન સાથે પાત્ર આઈફોન્સ માટે આઈઓએસ ૧૮ વર્ઝન બહાર પાડું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech