ચોમાસાએ વિદાય લેતાની સાથે જ ગરમીના પ્રમાણમાં ત્રણ દિવસ સુધી રાહત મળ્યા પછી હવે લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો દિવસો દિવસ ઉંચે ચડી રહ્યો છે રાજ્યના સાત શહેરોમાં સોમવારે મહત્તમ તાપમાન 37 ડીગ્રી થી વધુ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નલિયામાં 38.2 ડિગ્રી નોંધાયું છે.
મોડી રાતથી સવાર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી અને ધુમ્મસના કારણે ગરમીમાં થોડી રાહત મળે છે. પરંતુ દિવસ ઉગતા ની સાથે જ ઉનાળા જેવી ગરમી અને સૂર્યપ્રકાશિત વાતાવરણ અનુભવાય છે. સોમવારે સુરેન્દ્રનગરમાં 37.8 રાજકોટમાં 36.8 ભુજમાં 37.6 દમણમાં 37 અમદાવાદમાં 37.4 ડીસામાં 37.8 વલ્લભ વિદ્યાનગરમાં 37.1 સુરતમાં 37.2 દમણમાં 37 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં આવતીકાલે લો પ્રેસર સર્જાશે અને તેના કારણે કેરળ તામિલનાડુ પુડીચેરી વગેરેમાં વરસાદનું જોર અત્યારે જે છે તેમાં અનેક ઘણો વધારો થશે અને આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ તથા હિમવષર્િ થઈ રહી છે. બાકી બધે જ ચોમાસુ પાછું ખેંચાઈ જવાના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ગરમીના પ્રમાણમાં બે ડિગ્રી જેટલો વધારો થશે અને તેના કારણે કચ્છ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે. પવનની દિશા બદલાયા પછી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં હિમવષર્િ તથા વરસાદ થયા પછી ધીમે ધીમે ઋતુ પરિવર્તન થશે અને ઠંડીનું આગમન થશે પરંતુ હજુ તેમાં ઘણી વાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech