અમદાવાદના સરખેજ આશ્રમના ચાલી રહેલા વિવાદમાં સમસ્ત કોળી સમાજ રાજકોટ દ્રારા આજે આશ્રમમાંથી મુકત કરાયેલા ઋષીભારતી બાપુની તરફેણમાં રાજકોટ કલેકટરને સંબોધીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
કોળી સમાજના ઋષીભારતી બાપુ આશ્રમમાં ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રહેવાની સગવડ પણ આપતા હતા. પુજાના બહાને કેટલાક વ્યકિતઓ માવતરો સાથે આશ્રમમાં ઘુસી ગયા હતા અને વિધાર્થીઓને ભગાડી જઈ ત્યાં રહેતા સ્વયં સેવકોને પણ કાઢી મુકી આશ્રમ પર કબજો જમાવ્યો હતો. આશ્રમના તાળા તોડી ખોટો વિડીયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે. કોળી સમાજના મહતં હોવાથી ભેદભાવ રાખીને કબજો લેવાયાના આક્ષેપ કરાયા છે. મહંતને બદનામ કરવા માટે પુરાવા વગરના વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ડીલીટ કરવામાં આવે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આશ્રમનો કબજો લીધો તે સમયના સીસીટીવી ચેક કરી પુરાવાઓ મેળવીને તટસ્થ તપાસ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે.
આશ્રમના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ ન કરે, જેમની પાસે કબજો છે તેની પાસે જ કબજો રહે. કોર્ટનો જે હત્પકમ હશે તે સમાજને શિરોમાન્ય રહેશે તે સહિતના મુદ્દાઓ અને આક્ષેપો સાથે આવેદન પાઠવી મુખ્યમંત્રીને પણ નકલ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવા માટે તલાશ
April 29, 2025 05:34 PMકેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ સપડા ગણપતિજી મંદિર પાસે પુર સંરક્ષણ દિવાલના કામનું ખાતમુહુર્ત કર્યું
April 29, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech