હંગામો મચાવતા મહિલા મુસાફરને પુણેમાં ફ્લાઈટમાંથી ઉતારી, સિક્યોરિટી ગાર્ડના હાથ પર બટકું ભર્યું

  • August 20, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્લાઈટ્સ પર વિચિત્ર ઘટનાઓની સંખ્યા વધી રહી છે. આવી જ એક ઘટના પુણેના લોહેગાંવ એરપોર્ટ પર બની હતી. અહીં એક મહિલાને તેના વિચિત્ર વર્તનને કારણે ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવી હતી. આ મહિલાએ બે સાથી મુસાફરો પર હુમલો કર્યો હતો. આ સિવાય આ મહિલા પેસેન્જરે સુરક્ષા અધિકારીને થપ્પડ પણ મારી હતી. આટલું જ નહીં જ્યારે સુરક્ષાકર્મી મહિલા ને ફ્લાઇટમાંથી ઉતારવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેના હાથ પર તેણે બટકું ભરી લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 17 ઓગસ્ટ, શનિવારે સવારે લગભગ પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. મામલો પૂણેથી દિલ્હી જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનો છે.


માહિતી મુજબ મહિલા મુસાફરે પહેલા તેના બે સહ યાત્રીઓ પર હુમલો કર્યો હતો. આ લોકો તેમની સીટ પર જ બેઠા હતા. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે ક્રૂ મેમ્બરોએ વાતચીત કરી. આ પછી CISFના બે કોન્સ્ટેબલ પ્રિયંકા રેડ્ડી અને સોનિકા પાલને પણ બોલાવવામાં આવ્યા હતા. આરોપ છે કે જ્યારે મહિલા મુસાફરને પ્લેનમાંથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા રેડ્ડીના હાથમાં બટકું ભરી લીધું હતું. જોકે સુરક્ષા દળોએ મહિલાને વિમાનમાંથી ઉતારવામાં સફળતા મેળવી હતી. મહિલા સાથે તેનો પતિ પણ મુસાફરી કરી રહ્યો હતો.


બાદમાં મહિલા અને તેના પતિને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. અગાઉ આવી જ એક ઘટનામાં લખનઉથી મુંબઈ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટના એક પેસેન્જરને પણ એરપોર્ટ પર ઉતારી દેવામાં આવી હતી. આ મહિલા પેસેન્જરે પ્લેનમાં ક્રૂ અને અન્ય મુસાફરો સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું. ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 504 (જાહેર શાંતિ અને સુલેહ-શાંતિના ભંગ માટે ઈરાદાપૂર્વક અપમાન અથવા ઉશ્કેરણી) હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News