રાજકોટ મહાપાલિકા દ્રારા આગામી ડિસેમ્બર માસથી રિંગ રોડ–૨ (ન્યુ રિંગ રોડ)ને ફોર ટ્રેક બનાવવાનું કામ શ કરવામાં આવશે, આ કામ ત્રણ ફેઝમાં થશે અને તે માટે ત્રણ અલગ અલગ પેકેજ તૈયાર કરી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા, દરમિયાન આજે યોજાયેલી પ્રિ–બીડ મિટિંગમાં અનેક એજન્સીઓએ રસ દાખવ્યો હતો. જો ટેન્ડર પ્રક્રિયામાં બધું સમુ સુત પાર પડશે તો આગામી ડિસેમ્બર માસથી રિંગ રોડ–૨ને ફોર ટ્રેક બનાવવાનું કામ શ થઇ જશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા ન્યુ રિંગ રોડ કે જેને રિંગ રોડ–૨ તરીકે પણ ઓળખાય છે તેની હયાત પહોળાઇ ૯ મીટર (૩૦ ફટ) છે તેમાં વધારો કરીને ૪૫ મીટર (૧૫૦ ફટ) પહોળો બનાવવા મતલબ કે ફોર ટ્રેક બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત આજરોજ પ્રિ–બીડ મિટિંગ યોજાઇ હતી જેમાં અનેક એજન્સીએ રસ દાખવ્યો હતો. રિંગ રોડ–૨ના કામે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર અને ત્યાંથી રૈયા સ્માર્ટ સીટી એરિયાથી થઇ કાલાવડ રોડ કટારીયા ચોકડી અને ત્યાંથી કણકોટ જતા રસ્તાને જોડતા રસ્તા સુધીનો રોડ ફોર ટ્રેક તરીકે ડેવલપ કરવામાં આવશે. ઘંટેશ્વરથી કણકોટ સુધીના રસ્તાની કુલ લંબાઇ અંદાજે ૯ કિલોમીટર છે. આ કામે બંને બાજુ ૧૦.૫૦ મીટરનો મુખ્ય કેરેજ વે ડેવલપ કરવામાં આવશે તથા તેમાં સમાવેશ થતા કલ્વર્ટ અને સ્ટ્રોમ વોટરનો સમાવેશ કરવામાં આવેલ છે, રિંગ રોડ–૨ ફોરટ્રેક બનાવવાનો અંદાજિત કુલ ખર્ચ .૧૧૦.૧૯ કરોડ થવાનો પ્રાથમિક અંદાજ છે, જો એજન્સીઓ દ્રારા ટેન્ડરમાં ઓનથી ભાવ ઓફર થશે તો ખર્ચની રકમ વધી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાની સાથે અહીં બીઆરટીએસ ટ પણ ડેવલપ કરાશે, જેથી ભવિષ્યમાં આ રોડ ઉપર બીઆરટીએસ બસ સેવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. અલબત્ત બીઆરટીએસ ટ ડેવલપ કરવા અલાયદી જોગવાઇ સ્પેશ્યલ પર્પઝ વહીકલ રાજકોટ રાજપથ લિમિટેડ દ્રારા કરવામાં આવશે તેમ જાણવા મળે છે, હાલ રિંગ રોડ–૨ ઉપર સ્માર્ટ સિટી એરિયા આજુબાજુ બીઆરટીએસ બસ સ્ટોપનું નિર્માણ પણ થઇ ચુકયું છે જે નોંધનીય છે
ફસ્ર્ટ ફેઝ ઘંટેશ્ર્વરથી સ્માર્ટ સિટી
મહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાના કામનો પ્રારભં જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વરથી થશે અને ફસ્ર્ટ ફેઝમાં ઘંટેશ્વરથી રૈયા સ્માર્ટ સિટી એરિયા સુધીનો રિંગ રોડ કે જેની લંબાઇ ૨.૧ કિલોમીટર છે તેટલો રસ્તો ફોર ટ્રેક બનશે. આ કામે .૨૬ કરોડ, ૧૩ લાખ ૮૫ હજાર ૮૫૩ના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.
સેકન્ડ ફેઝ સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી
મહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ને ફોર ટ્રેક બનાવવાના સેકન્ડ ફેઝમાં સ્માર્ટ સિટી એરિયાથી કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી સુધીના ૩.૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે. આ કામે .૩૯ કરોડ, ૬૭ લાખ, ૯૦ હજાર, ૯૦૫ના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.
થર્ડ ફેઝ કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી
મહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાનો થર્ડ ફેઝમાં કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીથી શ કરી કણકોટ ચોકડી સુધીના ૨.૭૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે. આ કામે .૨૭ કરોડ, ૫૦ લાખ, ૪૮ હજાર ૦૮૩ના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.
રૂડા એરિયામાં પણ સમાંતર કામ થશે
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના હદ વિસ્તારમાં આવતા રિંગ રોડ–૨ને ફોર ટ્રેક બનાવવા માટેનું કામ પણ સમાંતર રીતે ચાલુ રહેશે, આ માટે ડા દ્રારા ટેન્ડર પ્રક્રિયા શ કરાઇ છે. ટૂંક સમયમાં ત્યાં આગળ નિર્ણયાત્મક તબક્કે કામ પહોંચશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech