ભવનાથ મંદિર મહંતના વિવાદ મામલે સામ સામે આક્ષેપબાજી પૂર્ણ થવાનું નામ જ લેતી નથી.ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુ દ્રારા યોજાયેલી પત્રકાર પરિષદમાં હરીગીરી બાપુના ભવનાથ મંદિરના મહતં થવા નાણાંની હેરાફેરી અંગેના પત્ર મામલે વધુ એક વિસ્ફોટ કર્યેા હતો. તેઓના જણાવ્યા મુજબ હરીગીરી બાપુ દ્રારા આ પત્ર નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ પત્ર સરકારી કચેરીમાંથી જ મળ્યો છે. જો પત્ર ખોટો હોય તો તે એફએસએલમાં તપાસ માટે જાય પરંતુ હજુ સુધી એવું કઈં થયું નથી નાણાંની હેરાફેરી અંગેના પત્ર મામલે હરિ ગીરીબાપુ દોષિત છે જ તેથી તેને જેલમાં જવાની તૈયારી પણ રાખવી પડશે તેવો પણ ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુ દ્રારા દાવો કર્યેા હતો.ગિરનાર એવી જગ્યા છે યાં લોકો પાપ ધોવા આવે છે.જે પાપ કરવા આવશે તેનો સત્ય નાશ થશે. તેમજ બીજી તરફ રાય સરકાર દ્રારા નિષ્પક્ષ તપાસ કરવા આશ્વાસન મળતા સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સાથે થયેલ બેઠક બાદ મહેશ ગીરી બાપુ દ્રારા એક તારીખે ભવનાથ મંદિરનો કબજો કરવાની ચીમકી મોકૂફ રાખી છે.
થોડા દિવસો પહેલા પંચદશનામ જુના અખાડાના લેટરપેડ પર હરીગીરીએ કરોડો પિયાના વહીવટ કરાયાનો ઉલ્લ ેખ કરતો પત્ર મહેશ ગીરી બાપુ દ્રારા જાહેર કરવામાં આવ્યો હતો.જે પત્ર સરકારી કચેરીમાંથી જ રાજુગીરી અને કૌશિક ગિરી દ્રારા માહિતી માગવામાં આવી તેની ખરી નકલ સાથે આ પત્ર આવ્યો હોવાનું મહેશ ગીરી બાપુએ ઘટસ્ફોટ કર્યેા હતો.અંબાજી મંદિરના મહતં મોટા પીરબાવા તનસુખ ગીરીબાપુ બ્રહ્મલીન થયા બાદ મહેશ ગીરીબાપુ અને હરિ ગીરી બાપુ સામે જગં છેડાઈ ચૂકી છે સામસામે નિવેદનો અને આક્ષેપબાજી થઈ રહી છે. મહેશ ગીરી બાપુ દ્રારા ભવનાથ મંદિરના મહતં બનવા માટે હરિગીરી બાપુએ કરોડો પિયાનો વહીવટ કરાયા અંગેના પત્ર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ બીજી તરફ હરી ગીરી બાપુએ આ પત્ર ખોટો હોવાનું અને આવો વહીવટ કરવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું અને કલેકટરને મળી યોગ્ય તપાસ કરવા પણ માંગ કરી હતી. ગઈકાલે ભુતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આ લેટર મહતં રાજુ ગીરી અને કૌશિક ગિરી દ્રારા હરીગીરી વિશેની જે માહિતી કલેકટર માંથી મંગાવવામાં આવી હતી તેમાંથી જ મેળવ્યો હતો. આ લેટરમાં ખરી નકલ અને સિક્કો હોવાનું પણ સામે આવ્યું છે.રાજુ ગીરીજી મહારાજ અને કૌશિકગીરીજી મહારાજ દ્રારા ભવનાથ મંદિરના ન્યાયની માગણી અગાઉ પણ કરવામાં આવી હતી કારણ કે તેના ગુની સમાધિ તે ક્ષેત્રમાં છે પરંતુ તેને ન્યાય ન મળતા તે નિરાશ થયા હતા અને કાર્યવાહી પડતી મૂકી હતી. મહેશ ગીરીબાપુએ તો ત્યાં સુધી દાવો કર્યેા હતો કે સરકાર જો યોગ્ય તપાસ કરશે તો સૌથી મોટું કાંડ હરીગીરી મહારાજના નામે ખુલે તેવી શકયતા છે.
મહેશગીરીબાપુએ પત્રકાર પરિષદમાં તેવુ પણ જણાવ્યું હતું કે ગિરનાર એવી જગ્યા છે કે યાં લોકો પાપ ધોવા આવે છે.જે પાપ કરવા આવશે તેનો સત્યાનાશ થશે. મહેશગીરી બાપુ દ્રારા તો ત્યાં સુધી ચેલેન્જ આપી હતી કે
'કાં તો ભવનાથમાં વિયોત્સવ થશે અને કાં તો ખાલી કરાવવા પ્રવેશ થશે.' પરંતુ યાં સુધી ભવનાથ મામલે નિર્ણય નહીં આવે ત્યાં સુધી હત્પં મંદિરે દર્શન કરવા પણ નહીં જાવ બહારથી જ દર્શન કરી લઉં છું તે પણ પ્રણ લીધો છે. ગઈકાલે ભવનાથ મંદિરના લેટર બોમ્બ મામલે વધુ એક ખુલાસો કર્યેા છે.સરકાર અને તત્રં દ્રારા પણ યોગ્ય અને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે જેથી આગામી દિવસોમાં બંને મહતં વચ્ચેના જંગમાં કોણ મેદાન મારશે તે અંગે ધર્મ પ્રેમી ભાવિકોની મીટ મંડાઇ છે.
મહેશગીરી બાપુ દ્રારા ભવનાથ મંદિરના મહતં તરીકે હરીગીરી બાપુને નહીં કાઢવામાં આવે તો એક ડિસેમ્બરે હજારો લોકોને સાથે રાખી ભવનાથ મંદિરનો કબજો તંત્રને સોપવા ચીમકી આપી હતી પરંતુ હવે સરકારે યોગ્ય અને ન્યાયિક તપાસની ખાતરી આપતા મહેશ ગીરી બાપુ દ્રારા એક ડિસેમ્બરે ભવનાથ મંદિર પર કબજો કરવાની વાતને મોકૂફ રાખી હોવાનું જણાવ્યું હતું. પરંતુ યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ ભવનાથ મંદિરની અંદર પ્રવેશે નહીં અને બહારથી જ દર્શન કરશે.
ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સરકાર તરફે મધ્યસ્થી બન્યા
ભવનાથ મંદિર વિવાદ મામલે હરિ ગીરીબાપુ અને મહેશ ગીરીબાપુ સામે લડત કરી રહ્યા છે જેથી સરકાર દ્રારા પણ સમગ્ર મામલો શાંતિ પૂર્વક નિરાકરણ આવે તે માટે તજવીજ હાથ ધરી છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા દ્રારા સમગ્ર મામલે સરકારમાં રજૂઆત કરી હતી અને સુખદ નિર્ણય થાય બધી માટે રાય સરકાર દ્રારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા ગઈકાલે બંને મહંતો સાથે સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખે બેઠક યોજી હતી. જેમાં સમગ્ર મુદ્દે વિવાદ ન થાય તેવી કાળજી રાખી હાલ તો બંને સંતોએ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રાય સરકાર અને તત્રં યોગ્ય અને ન્યાયિક નિષ્પક્ષ તપાસ કરશે તેવી ખાતરી મળતા બંને સંતોએ હાલ પૂરતો વિવાદ વધુ આગળ લાવવાનું ટાળ્યું છે અને સરકારના નિર્ણય તરફ મીટ માંડી બેઠા છે
બનાવટી લેટરપેડ મામલે એ ડિવિઝન દ્રારા તપાસ
મહેશ ગીરીબાપુ અને હરિ ગીરીબાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે તત્રં દ્રારા તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે.કરોડની હેરાફેરી કરિયાના ગંભીર આક્ષેપો બાબતે વળતા જવાબમાં હરીગીરી મહારાજે પણ આક્ષેપોને ખોટા જણાવ્યા છે. અને પત્ર બનાવટી હોવાનું જણાવ્યું હતું. જેથી કલેકટર અને એસપીને તટસ્થ તપાસની માંગ કરી હતી હવે કલેકટર દ્રારા તપાસ શ કરવામાં આવી છે અને સમગ્ર લેટર પેડ મામલે એ ડિવિઝન પીઆઇ કોળીને તપાસ સોંપી છે.સમગ્ર મામલે પોલીસ તત્રં દ્રારા પણ અલગ અલગ નિવેદનો અને કાગળના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શ કરવામાં આવી છે. જેથી આગામી ત્રણથી ચાર દિવસમાં પ્રશાસન દ્રારા તપાસ પૂર્ણ કરી વિગતો જાહેર કરે તેવી શકયતા સેવાઈ રહી છે.
પત્ર બનાવટી જાહેર કરનારા હરિગિરિ મહારાજ સંન્યાસ છોડવાની તૈયારી રાખે–મહેશગિરિબાપુ
મહેશ ગીરી બાપુના જણાવ્યા મુજબ રાજુ ગીરીજી મહારાજ દ્રારા સરકાર પાસે ભવનાથ મંદિરના કાગળ માંગવામાં આવ્યા હતા જેના આરટીઆઇ મારફત તેઓએ ભવનાથને લગતા કાગળોની માહિતી માગી હતી ત્યારબાદ ૫૦૦ થી વધુ કાગળો સરકારી કચેરી દ્રારા રાજુગીરીજી મહારાજને આપવામાં આવ્યા હતા. આ મળેલા કાગળ માંથી જ હરીગીરીજી મહારાજ દ્રારા ભવનાથ મંદિર મામલે કરાયેલ નાણાની હેરાફેરીનો પત્ર પણ મળી આવ્યો હતો. ત્રણ વર્ષ પૂર્વેના પત્ર દરમિયાન તો હરિગીરીજી મહારાજ સાથે કોઈ વિવાદ પણ ન હતો અને સરકારી કચેરીમાંથી જ આ કાગળ મળ્યો હતો. જેથી સમગ્ર મુદ્દે હરીગીરીજી મહારાજ દ્રારા પત્ર બનાવટી હોવાના દાવા ખોટા ઠરી રહ્યા છે. સરકારમાંથી જ પત્ર મળી આવતા સમગ્ર મામલે હરિ ગીરીબાપુ દોષિત છે જ અને તેને જેલમાં જવાની પણ તૈયારી રાખવી પડશે, હરિ ગીરી બાપુના જણાવ્યા મુજબ દોષિત સાબિત થશે તો સન્યાસ છોડી દેશે જેથી તેની તૈયારી કરી લેજો તેવું પણ જણાવ્યું હતું
તું અમારો શંકરાચાર્ય છે કે સલાહ આપે છે? ગિરીશ કોટેચા પર વરસ્યા મહેશગિરિબાપુ
જૂનાગઢમાં ભુતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયરનો ઉધડો હતો. ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, ''ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતા અને અમને સલાહ દેવા નીકળ્યા છે, તું અમારો શંકરાચાર્ય છે કે સલાહ આપે છે''
મહેશગીરી બાપુએ કહ્યું કે, રાજકારણવાળાઓ આનાથી દૂર રહો, અમારો મામલો અમે જોઇશું અને તે જૂનાગઢ અને ધર્મનો ઠેકો લઇ રાખ્યો છે?'' સાથો સાથ મહેશગીરી બાપુએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર પર ભવનાથ મંદિરને હડપવાનો આરોપ લગાવ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભવનાથ મંદિરને સાર્વજનિક ટ્રસ્ટમાં પરિવર્તન કરવા અરજી કરી હતી જે અંગે તેમણે પુરાવો પણ રજૂ કર્યેા હતો. ગિરીશ કોટેચા પર પ્રહાર કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે, 'પૂરી–શાક વેચીને બંગલો ના બાંધી શકે કોઈ'. વધુમાં કહ્યું કે, ''જો બીજી વખત સલાહ આપી છે તો હજુ ઘણું બધુ છે જે બધુ બહાર આવશે કયાં શું ભાગીદારી અને કયાં શું ચાલે છે, કોભાંડોના લિસ્ટમાં તાં નામ પ્રથમ છે'', સાથો સાથ તેમણે કહ્યું કે, ''અમા અમે જોઈ લઈશું આમાં તમારે પડવાની જરૂર નથી''
પૂર્વ ડેપ્યુટી મેયરની સલાહ અરજીને લઇ મહેશગીરી બાપુ લાલઘૂમ થઈ ગયા હતા. ત્યારે આપને જણાવીએ કે, હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ વચ્ચે ચાલી રહેલો વિવાદ વઘુ ઘેરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech