રાજકોટના લોકમેળાના આયોજનમાં નામ બડે દર્શન ખોટે... જેવું હજુ મેળાનો આરભં નથી થયો ત્યાં જ થવા લાગ્યું છે. મેળામાં એસઓપીની ઐસીતૈસી કરીને રાઈડસ ફાઉન્ડેશન વિના જ ફીટ થવા લાગી છે. જો ફાઉન્ડેશન નહીં હોય અને કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ? શું રાજકોટની જનતાને જોખમમાં નાખવાની તૈયારી ? લોકમેળામાં ફાઉન્ડેશન નથી એવી રીતે ખાનગી મેળાઓ તો આમેય તંત્રની મર્યાદા બહાર હોય છે. આવા મેળાના ચાલી રહેલા કામકાજમાં પણ ફાઉન્ડેશન ગાયબ જેવા છે અને મંજુરી મળ્યા પહેલા જ માંચડા ઉભા કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આમ છતાં તત્રં હજી મૌન છે. વિપક્ષના દરે જનતાની સુરક્ષાને ધ્યાને લઈને કોંગ્રેસના એકમાત્ર અગ્રણીએ એસઓપીનો ભગં થઈ રહ્યાનો વિરોધ ઉઠાવ્યો છે જયારે અન્ય હજી મૌનમુદ્રામાં છે.
રાજકોટમાં અિકાંડની માનવ સર્જીત દુર્ઘટના બાદ તમામ તત્રં એલર્ટ બની ગયા હતા. આ વખતે ખુદ રાય સરકારે જન્માષ્ટ્રમીના મેળા કે જાહેર આયોજન માટે એસઓપી બહાર પાડી છે. આ એસઓપી મુજબ રાઈડસ ઉભી કરવા માટે સોઈલ ટેસ્ટ ઉપરાંત ફાઉન્ડેશન ભરવા સહિતના નિયમો છે. રાજકોટના લોકમેળામાં આ નિયમો સાથે જ રાઈડસને મંજુરી મળશે તેવું આરંભથી જ કલેકટર તત્રં દ્રારા જાહેર કરાયું હતું અને જે તે સમયે રાઈડસ સંચાલકોએ નિયમમાં બાંધછોડ કરવા માટે કલેકટર તંત્રનું નાક દબાવવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે, કલેકટર પ્રભવ જોષીએ સ્પષ્ટ્રપણે કહ્યું હતું કે, સલામતીમાં કોઈ બાંધછોડ થશે નહીં અને એસઓપીનું પાલન કરવું જ પડશે. જો નિયમ મુજબ કામ ન કરવું હોય તો રાઈડસ વિના પણ મેળો ચલાવી શકાશે.
લોકમેળાના રાઈડસના પ્લોટનું ગુંચવાયેલું કોકડું એક પાર્ટીએ તમામ પ્લોટ હરાજીમાં રાખી લેતાં તે ઉકેલાઈ ગયું હતું પરંતુ હવે રેસકોર્ષના મેદાનમાં રાઈડસ ફીટીંગનું કામકાજ ચાલુ થતાં જાણે એસઓપી અને તમામ નિયમોની ધીયા ઉડી રહ્યા હોય તે રીતે રાઈડસ માટે સોઈલ ટેસ્ટથી લઈ ફાઉન્ડેશન ભરવા માટેના કોઈ ખાડા કરાયા નથી, કે આવી કોઈ કામગીરી વિના જ રાઈડસના માંચડા ખડકી દેવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સવાલ એ ઉઠે કે, આ લોકમેળો યોજનાર કલેકટર તંત્રની લોકમેળા આયોજન સમિતિના એકપણ અધિકારીથી લઈ કર્મચારીને ખુલ્લેઆમ ફાઉન્ડેશન વિના ફીટ થઈ રહેલી રાઈડસ અને એસઓપીના ઉડી રહેલા લીરા દેખાતા નહીં હોય ? કે પછી જે તે સમયે માત્ર કાગળ પર જ કડકાઈ દાખવીને હવે વાસ્તવિક રૂપમાં રાઈડસને જનતાના જીવ ભલે જોખમમાં મુકાય પરંતુ કોઈ નિયમ વિના જ અલગલ અલગ રાઈડસ ફીટ કરી દેવા માટેની લીલીઝંડી કે આડકતરી છૂટ આપી દેવાઈ છે ?
લોકમેળા ઉપરાંત રાજકોટ શહેરમાં ખાનગી મેળાઓના આયોજનોનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકમેળાની માફક ખાનગી મેળાઓને પણ એસઓપી લાગુ પડે જ. જો કે, આ ખાનગી મેળાઓમાં અત્યારે ફીટ થઈ રહેલી રાઈડસ કે આવા મોટા યાંત્રીક માંચડાઓમાં કયાંય કોઈ ફાઉન્ડેશન ભરવામાં આવતા નથી. શું લોકમેળામાં કલેકટર તંત્રએ આરંભથી જ કોઈ કડક પગલાં લીધા નથી એટલે હવે ખાનગી મેળાના સંચાલકો પણ આ પગલે જ ચાલી રહ્યા છે ? જો ખાનગી મેળાઓમાં એસઓપીનું પાલન કરાવવા માટે તત્રં ધોકો પછાડે તો આ આયોજકો એવો પણ વિરોધ નોંધાવી શકે કે અમને નિયમના નામે હેરાન કરો છો તો લોકમેળામાં કેમ કઈં પાલન કરાવતા નથી ? જો લોકમેળામાં જ એસઓપીનું પાલન નહીં થાય તો ખાનગી મેળાઓને દોડવું હતું અને ઢાળ મળી જશે, સરવાળે જીવ જનતાનો જોખમમાં મુકાશે.
અિકાંડમાં ગાજેલી કોંગ્રેસ મેળાના આયોજનોમાં લાખોની સંખ્યામાં લોકો એકત્રીત થતાં હોય આમ છતાં અત્યારથી જ એસઓપીનું પાલન નથી થતું એ બાબતે તંત્રની કાન આમળવાની તસ્દી પણ લીધી નથી. કોંગ્રેસના એકમાત્ર આગેવાન વિજયસિંહ જાડેજાએ એસઓપીનું પાલન થતું નથી જે પાલન થવું જોઈએ અને લોકમેળાના રાઈડસના તમામ પ્લોટ ખાનગી સંચાલકોને આપી દેવાયા છે. હવે આ સંચાલકો દ્રારા રાઈડસવાળાને પ્લોટ ફાળવી દેવાયાના અને રાઈડસના ભાડામાં પણ વધારો કરવાની છૂટ આપી દીધી હોવાના આક્ષેપ વિજયસિંહ દ્રારા કરાયા છે.
એસઓપીનું પાલન થયું નહીં હોય તો મંજૂરી નહીં આપીએ
રાજકોટમાં રેસકોર્ષના મેદાનમાં કલેકટર તત્રં દ્રારા મેળાનું આયોજન કરાય છે જેમાં એસઓપીનું પાલન થાય તેની જવાબદારી પણ કલેકટર તંત્રની વિશેષ બની રહે છે. રાજકોટ શહેરમાં અન્યત્ર થતાં ખાનગી મેળાઓને લાઈસન્સ ઈસ્યુ કરવા એ પોલીસ કમિશનરના હાથમાં હોય છે. આ બાબતે લાઈસન્સ બ્રાંચના પીઆઈ જે.એચ.દહીંયાનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ખાનગી મેળા માટેની ચાર અરજી આવી છે. એસઓપીનું પાલન કરવું ફરજીયાત છે. જો એસઓપી મુજબ કામકાજ નહીં થયું હોય તો મંજુરી આપવામાં નહીં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech