મહારાષ્ટ્ર્ર વિધાનસભાની ચૂંટણી બાદ પણ વિપક્ષે ઈવીએમ પર નિશાન સાધ્યું હતું. શિવસેના (યુબીટી)સાંસદ સંજય રાઉતે ઘણી વખત કહ્યું છે કે પરિણામો ચોંકાવનારા છે અને સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી છે. હવે સોલાપુરના એક ગામમાં બેલેટ પેપર દ્રારા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ મતદાન ચૂંટણી પચં દ્રારા કરાવવામાં આવી રહ્યું નથી પરંતુ ગામના લોકોએ જાતે જ મતદાન કરવાનો નિર્ણય લીધો છે અને સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ગામના લોકોનું કહેવું છે કે આખું ગામ મહાવિકાસ અઘાડીનું સમર્થક છે. આમ છતાં ભાજપના ઉમેદવારને ગામમાંથી વધુ મતો મળ્યા છે.
સોલાપુર જિલ્લાનું મારકાવાડી ગામ માલશિરાજ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. આ સીટ પર એનસીપી (એસપી)ના ઉમેદવાર ઉત્તમરાવ જાનકરે ભાજપના પૂર્વ ધારાસભ્ય રામ સતપુતેને હરાવ્યા છે. જો કે ગામના લોકોનું કહેવું છે કે આ ગામના આંકડામાં ભાજપના ઉમેદવારો આગળ હતા. સોલાપુર પ્રશાસને પણ કેટલાક ગામોના લોકોને નોટિસ જારી કરીને આ રિપોલિંગ રોકવા માટે કહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આનાથી તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. ગઈકાલે જ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સોલાપુરના એસપી અતુલ કુલકર્ણીએ કહ્યું કે, અમે સાવચેતીના ભાગપે પોલીસ ફોર્સ તૈનાત કરી છે. આ સિવાય પ્રશાસન ગામના લોકો સાથે વાત કરી રહ્યું છે કે આવા પગલા ન લેવા જોઈએ. અહેવાલ અનુસાર, એક ગામવાસીએ જણાવ્યું કે ગામમાં ૨૦૦૦ મતો હતા. જેમાંથી ૧૯૦૦ મતદાન થયું હતું. ગામ હંમેશા જાનકરનું સમર્થક રહ્યું છે પરંતુ આ ચૂંટણીમાં જાનકરને માત્ર ૮૪૩ અને સતપુતેને ૧૦૦૩ મત મળ્યા હતા. અમે ચૂંટણી પંચના આ આંકડાને સ્વીકારી શકતા નથી. એટલે ફરી એકવાર અહીં ૩ ડિસેમ્બરે બેલેટ પેપર દ્રારા મતદાન કરવામાં આવશે.
એમવીએના સમર્થકોનું કહેવું છે કે ચૂંટણી માટે ફાળો એકત્ર કરીને બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ઉમેદવારોના ફોટા અને નામ છે. આ ઉપરાંત તમામ ગ્રામજનોને મતદાન કરવા માટે આમંત્રિત કરવા બેનરો લગાવવામાં આવ્યા છે. અમે ચૂંટણી જેવી સમગ્ર પ્રક્રિયાને અનુસરીશું. આ ઉપરાંત તહસીલદારને પણ અપીલ કરવામાં આવી છે કે પ્રક્રિયા પર નજર રાખવા માટે કેટલાક સરકારી અધિકારીઓને મોકલવામાં આવે. માલશિરા બેઠકના રિટનિગ ઓફિસરનું કહેવું છે કે અહીં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હતી. મારકવાડીમાં ત્રણ બૂથ હતા અને ડેટામાં કોઈ ગડબડ નથી.
ગામના ભાજપના સમર્થકોએ કહ્યું છે કે તેઓ આ મતદાનમાં ભાગ લેશે નહીં. એક ગ્રામીણનું કહેવું છે કે કેટલાક લોકોએ આખા ગામને વિશ્વાસમાં લીધા વગર મતદાનનો નિર્ણય લીધો હતો. જો ચૂંટણી કરાવવાની હોય તો ચૂંટણી અધિકારીએ કરાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech