જામનગરમાં ડીજીપી વિકાસ સહાયની ક્રાઇમ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા

  • November 06, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શરીર સબંધી, જમીનને લગત તથા, કાયદો-વ્યવસ્થાની પરિસ્થીતી અંગે ચર્ચા-વિચારણા : રેન્જ આઇજી, ૫ જીલ્લાના એસપીની ઉપસ્થીતી : સારી કામગીરી કરનારાઓનું સન્માન

રાજયના પોલીસવડા વિકાસ સહાય શનિવારે બપોરે જામનગરની મુલાકાતે આવ્યા હતા, અહીં આવી પહોચતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું અને બપોરે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ઉંડાણપુર્વકની સમીક્ષા વિવિધ મુદા પર કરવામાં આવી હતી અને સારી કામગીરી કરનાર અધિકારી તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
રાજયના ડીજીપી વિકાસ સહાય શનિવારે બપોરે જામનગર સરીકટ હાઉસખાતે આવી પહોચતા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જામનગરના જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું, ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને બપોરે એસપી કચેરીના કોન્ફરન્સ હોલમાં જનરલ ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, રાજકોટ રુરલ એસપી જયપાલસિંહ રાઠોડ, મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, દ્વારકા એસપી નિતેશ પાંડેય, સુરેન્દ્રનગર એસપી ગીરીશ પંડયા સહિતના અધિકારીઓ ઉપસ્થીત રહયા હતા.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં શરીર સબંધી, જમીનને લગતા ગુના તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થીતી અંગે ઉંડાણપુર્વકની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ રેન્જ હેઠળના જિલ્લાઓની પોલીસ કામગીરીની સરાહના ડીજીપી દ્વારા કરવામાં આવી હતી અને સારી કામગીરી કરેલ અધિકારી તેમજ કર્મચારીઓનું આ તકે સન્માન કરવામાં આવ્યુ હતું.
ડીજીપી વિકાસ સહાય દ્વારા રેન્જ આઇજી તથા પાંચ જીલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજીને જુદા જુદા જિલ્લાઓની વિગતો જાણીને કેટલાક નિર્દેશ આપ્યા હતા અને જામનગરની મુલાકાત બાદ ડીજીપી વિકાસ સહાય દેવભુમી દ્વારકાની મુલાકાતે ગયા હતા, જયાં કોસ્ટલ સિકયુરીટી અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application