રાજકોટ જિલ્લામાં આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને જસદણ સહિતની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર હોય રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ઇલેક્શન મોડમાં આવી ગઇ છે. દરમિયાન આજે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સમગ્ર સ્ટાફની મિટિંગ યોજી ચૂંટણી કામગીરીનો રિવ્યુ કર્યો હતો. આ રિવ્યુ મિટિંગ બાદ જિલ્લા કલેકટર પ્રભવ જોષી આવતીકાલે ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપી તૈયારીઓની વિગતો રજૂ કરશે તેમ જાણવા મળે છે. વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાઓની ચૂંટણી અન્વયે આજે પ્રાંત અધિકારીઓ સહિતના સ્ટાફ સાથે રિવ્યુ મિટિંગ યોજી હતી. તેમણે ઉમેર્યું હતું કે કુલ 2000 કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટેશનરીની વિવિધ 200 જેટલી આઇટેમ્સની જરૂરિયાત ઉપસ્થિત થશે જે અંગેના ઓર્ડર પણ રિલીઝ કરી આપવામાં આવ્યા છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના મતદારો માટે મીની બસની વ્યવસ્થા કરાઇ છે. તદઉપરાંત દિવ્યાંગો તેમજ બુઝુર્ગ મતદારો માટે પણ વાહન વ્યવસ્થા કરાઇ છે. મહત્તમ મતદાન કરીને નાગરિકો લોકશાહીનું પર્વ મનાવે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર કટિબધ્ધ છે. કુલ 57 એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech