વડાપ્રધાન કાયર્લિય દ્વારા એઇમ્સ, એરપોર્ટ અને રેલવે પ્રોજેક્ટની કરાયેલી સમીક્ષા

  • December 11, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન ગતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ જુદા જુદા કામની સમીક્ષા આજે વડાપ્રધાન કાયર્લિયથી કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મિટિંગમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી પણ જોડાયા હતા.પ્રભવ જોશીએ આ સંદર્ભે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ કાનાલુસ બ્રોડગેજ પ્રોજેક્ટ માટે રેલવે તંત્રએ જમીન સંપાદન માટેની જે દરખાસ્ત કરી હતી તે કામગીરી એક વર્ષમાં કરવાની હતી. પરંતુ કલેક્ટર તંત્ર દ્વારા આ કામ માત્ર છ મહિનામાં પૂરું કરી દેવાયું છે. સંપાદનને લગતા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરી વળતર ચૂકવવા સુધીની અને જમીનનો કબજો રેલ્વે ડિપાર્ટમેન્ટને સોંપવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

એઇમ્સના પ્રોજેક્ટ બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે 250 બેડની ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ સુવિધાવાળી હોસ્પિટલ ચાલુ માસના અંત સુધીમાં શરૂ થઈ જાય તે દિશામાં કામ ચાલી રહ્યું છે. મોરબી રોડ તરફના બ્રિજનું કામ એક મહિનામાં પૂરું થઈ જશે અને જામનગર તરફના બ્રિજના કામ સંદર્ભે ડીટેલ ડ્રોઈંગ તૈયાર થઈ ગયા છે અને તે એપ્રુવલના તબક્કામાં છે.
એરપોર્ટ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની દ્રષ્ટિએ કામ પૂરું થઈ ગયું છે અને હવે જે કોઈ કામ કરવાનું છે તે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાનું થાય છે.
રાજકોટ અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં જ્યાં જ્યાં પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના અંતર્ગત કામો ચાલી રહ્યા છે તેની પણ સમીક્ષા આજે વડાપ્રધાન કાયર્લિય દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ત્રણ પ્રોજેક્ટની પણ તેમાં ચચર્િ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application