રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ધાણાની આવક બંધ હતી દરમિયાન આવક શરૂ કરાતા આજે એક લાખ ગુણીમાં બે લાખ મણ ધાણાની આવક થઇ હતી. આ વર્ષે ધાણામાં મબલખ ઉત્પાદન આવ્યું હોય યાર્ડમાં પુષ્કળ આવક થઇ રહી છે. આજે સવારે થયેલી હરાજીમાં ધાણાનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૧૪૦૦થી ૧૯૦૦ સુધી રહ્યો હતો, જ્યારે ધાણીમાં ભાવ ૧૬૦૦થી ટોપ ક્વોલિટીમાં ૨૫૦૦ સુધી રહ્યા હતા. દરમિયાન હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરાઇ છે.
ઘઉં, જીરૂ સહિતની જણસીઓની પણ પુષ્કળ આવક
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ ઉનાળુ સીઝનના પ્રારંભે ધાણા, જીરૂં ઉપરાંત સૂકા મરચા સહિતના મસાલા પાકોની ધૂમ આવક થઇ રહી હોય મસાલા કંપનીઓ અને એક્સપોર્ટર્સએ ખરીદી શરૂ કરતાં એકંદરે ભાવ જળવાયેલા રહ્યા છે. બીજી બાજુ ખેડૂતો હોળી ધુળેટીના તહેવારો પૂર્વે જણસીઓ વેંચીને રોકડી કરવા ઉતાવળા બન્યા છે. યાર્ડમાં આવતી તમામ જણસીઓમાં આજે સૌથી વધુ આવક ધાણાની નોંધાઇ હતી. તદઉપરાંત ઘઉં, જીરૂ સહિતની જણસીઓની પણ પુષ્કળ આવક થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech