નિવૃત્ત શિક્ષકને વેવાઈએ રૂપિયા ૧૭ લાખ ન ચૂકવતા છ માસની સજા

  • November 26, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરમાં કાળાભાઈ ઉગાભાઈ પરમાર રે. પશુ દવાખાના પાછળ, મુ.સિહોર નિવૃત શિક્ષકે તેના અમરોલી (જિ.સુરત) ખાતે રહેતા વેવાઈ દીપકભાઈ ખોડાભાઈ ભાસ્કરને મકાન ખરીદીના વ્યવહાર માટે નાણાની જરૂર પડતા તેઓએ કાળાભાઈ ઉગાભાઈ પરમાર પાસે હાથ ઉછીના પૈસા માંગેલ. કાળાભાઈને તેમના વેવાઈ ઉપર ભરોસો આવતા તેઓએ તેમની જીવન પર્યંત ભેગી કરેલ મહામુડી રૂ. ૨૫ લાખ આપેલ. જેમાં જુદી- જુદી બેન્કના ત્રણ ચેકના રૂ.૨૩ લાખ અને બે લાખ રોકડા હાથ ઉછીના આપેલ. અને આ રકમ વહેલી તકે પરત કરવા જણાવેલ. બાદમાં ફરિયાદી દ્વારા બાકી રહેતી રકમ પૈકી રૂ.૧૭ લાખનો ચેક તા.૫-૪-૨૧ના રોજ બેંક ઑફ બરોડા, ઉતરણ,સુરત શાખાનો આપેલ. અને તે ચેક આપતા સમયે દીપકભાઈ ખોડાભાઈ ભાસ્કરે જણાવેલ કે બાકી રહેતી રકમ મળી જશે. ચેક કાળાભાઈ ઉગાભાઈ પરમારે યુનિયન બેંકમા  રજૂ કરેલ.આ  ચેક તા.૮-૪-૨૧ના રોજ પરત ફરેલ અને ફરિ.ની તેમની રકમ મળેલ નહીં.આથી કાળાભાઈ ઉગાભાઈ  પરમારે તેમના વકીલ મારફત નોટિસ પાઠવેલ.તેમ છતાં ચેકની રકમ ચુકવેલ નહીં.  આથી  સિહોર  અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરતાં કોર્ટે  ૬ માસની કેદ તથા વળતરની રકમ રૂ.પચીસ લાખ પચાસ હજાર પૂરા ચુકવવા આદેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News