સોપારીની હોલસેલ ખરીદી પેટે આપેલો પિયા ૪૦ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે રિટેલર વેપારીને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર તરીકે એક માસમાં ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, માહી માર્કેટિંગના નામથી સોપારીનો હોલસેલ વ્યવસાય કરતા રીયાઝ રફીકભાઈ વીચ્છી રિટેલર વેપારી કયુમ અરબાનીએ સને ૨૦૨૧ની સાલમાં કટકે કટકે રકમ ા. ૪૦,૨૭,૭૨૬– ની સોપારી ખરીદ કરેલ હતી અને તે રકમ ચુકવણી માટે કયુમ અરબાનીએ રીયાઝભાઈને પોતાના ખાતાવાળી બેંકનો ચેક આપ્યો હતો.તે ચેક તા. રર૧૨૨૧ ના રોજ બેંકમાં રજુ કરતા 'ફડં ઈનસફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરતા રીયાઝભાઈએ કયુમ અરબાનીને પોતાના વકીલ મારફતે લીગલ નોટીસ મોકલવા છતા ચેકની રકમ ચુકવેલ નહી. રીયાઝભાઈએ આરોપી કયુમ વિધ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ કોર્ટમાં ફરિયાદ કરી હતી. સદરહત્પ કેસ ચાલતા ફરિયાદી પક્ષે સોપારીની ખરીદીના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, આરોપી કયુમ પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ ગયેલ અને ફરીયાદીના વકીલ ધ્રુવિન એ. છાયાની ધારદાર દલીલો અને વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટના એડિશનલ ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી કયુમ અરબાનીને તકસીરવાર ઠેરવી ૧ વર્ષની કેદ તથા ફરીયાદીને વળતર પેટે રકમ ા. ૪૦,૨૭,૭૨૬– એક માસની અંદર ચુકવી આપવા અને જો ચુકવવામા ન આવે તો વધુ ૬(છ) માસની વધારાની સાદી કેદની સજાનો હત્પકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ધ્રુવિન એ. છાયા, સંદીપ એમ. ખેમાણી, વીનેશ કે. છાયા, કમલેશ એન. સાકરીયા, અનીધ્ધભાઈ આર. ધાણેજા, નીર્મીતગીરી ગોસ્વામી તથા વીશાલ એ. સોલંકી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMજામનગરના ટાઉનહોલની મુલાકાત બાદ ઐતિહાસીક ભુજીયા કોઠાનું નિરીક્ષણ કરતા મનપા કમિશનર
December 18, 2024 06:35 PMજામનગર જિલ્લામાં 14 ટ્રેક્ટર, ટ્રોલીની ચોરી કરનાર બંને ઇસમ સામે ગેંગ કેસ દાખલ
December 18, 2024 06:24 PMજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech