સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી બેટ સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ

  • December 24, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી નાતાલના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 1 ડિસેમ્બર સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદીર સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


જેમાં કલેકટર કચેરી અથવા પોલીસ વડા દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને તેમજ ઇમરજન્સી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application