શહેરના ત્રણ દરવાજાને નવા વાઘા પહેરાવી રેસ્ટોરેશન કરાશે

  • May 18, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા.૧.૧૦ કરોડના ખર્ચે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મુખ્ય દરવાજા સહિત બંને દરવાજાનું ક્ધઝર્વેશન, ક્ધસોલીડેશન વર્ક કરાશે: ઐતિહાસિક વારસો જળવાય તે માટે ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેર રાજીવ જાનીની ટીમે કામ શરુ કર્યુ: સાડા પાંચ મહીના રસ્તો બંધ

નવાનગર એક એવું નવલું નજરાણુ શહેર છે કે જયાં શંકર ભગવાનના અનેક મંદિરો છે, સોનાપુરી સ્મશાન છે, બાંધણી, ઘરચોળા, સુડી અને ચપ્પુ વખણાય છે તો બીજી તરફ ગાંઠીયા, ઘુઘરા અને પાન પણ એટલા જ વખણાય છે, ૧૯૩૭ના વર્ષમાં રાજવી પરિવારના જામ દિગ્વિજયસિંહજીએ આકર્ષક ત્રણ દરવાજા બનાવ્યા હતાં, આ ઐતિહાસિક વારસો જાળવી રાખવા હવે મહાપાલિકા કટીબઘ્ધ બન્યું છે, ભુકંપનમાં ભૂજીયો કોઠો પણ ઘ્વંશ થઇ ગયો હતો તેનું કામ માત્ર હવે ૫ ટકા જ બાકી છે ત્યારે રુા.૧.૧૦ કરોડના ખર્ચે આકર્ષક બને તે રીતે ત્રણ દરવાજાનું ક્ધઝર્વેશન અને રેસ્ટોરેશન અને ક્ધસોલીડેશન વર્કનું કામ શરુ કરવામાં આવ્યું છે. જામનગરના વિકાસમાં નવું છોગુ ઉમેરાય તે માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ જાનીના માર્ગદર્શન હેઠળ ત્રણ દરવાજાને નવા વાઘા પહેરાવવામાં આવશે.
જાણવા માહિતી મુજબ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રુા.૧.૧૦ કરોડના ખર્ચે અક્ષર શિલ્પ દ્વારા આ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે, રાજાશાહી વખતમાં બનેલા આ ત્રણ દરવાજાને આકર્ષક રીતે મઢવામાં આવશે અને તેની જુની ઓળખ છે તેમાં કોઇપણ જાતના ફેરફાર નહીં કરાય.
ત્રણ દરવાજાનું બાંધકામ ૧૯૦૭ની સાલમાં થયું હતું, ત્યારબાદ ૧૯૩૩માં રાજવી પરીવારના જામ રણજીતસિંહજી દ્વારા અનાજ બજાર માટેનો આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો, ત્રણ દરવાજા માપ પરીવહન અને જરુરીયાતને ઘ્યાનમાં લઇને આજે પણ આ ત્રણેય દરવાજા ખુબ જ ઉપયોગી બની ગયા છે અને માલ સામાન માટે ટ્રક, ટ્રેકટર અને ટેમ્પા દ્વારા આ દરવાજામાંથી ગ્રેઇન માર્કેટમાં જઇ શકાય છે.
છેલ્લા થોડા વર્ષથી ભૌમિતીક અને ફુલોની પેર્ટન વડે ફરીથી આ ત્રણેય ગેઇટને નવા વાઘા પહેરાવવા માટે સ્ટે.કમિટીએ મંજુરી આપી હતી, ત્યારબાદ ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચૂકી છે અને હવે આ કામ શરુ થયું છે, સ્ટ્રકચર ડીઝાઇનને કોઇપણ જાતનું નુકશાન ન થાય તે માટે અને ઐતિહાસિક વારસો જળવાય તે રીતે આ કામ કરવામાં આવશે. જેમ થોડા દિવસથી ખંભાળીયા ગેઇટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તે રીતે જામનગરની શાનસમા આ ત્રણ દરવાજાને હવે ફરીથી આકર્ષણ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્રણ દરવાજામાંથી પસાર થઇને અનેક વાહનોમાં વેપારીઓનો માલ દુકાનોમાં મુકવામાં આવે છે, દરવાજાનો મુખ્ય ગેઇટ વધુ આકર્ષક બનાવવામાં આવશે, જો કે થોડા વર્ષ પહેલા આ ત્રણેય દરવાજાને રંગરોગાન કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ હવે ફરીથી આ નવો પ્રોજેકટ લઇને કોર્પોરેશન આવ્યું છે. સરકારમાં પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ મળે તે માટેનો આખો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મુકવામાં આવ્યો ત્યારે હવે આગામી દિવસોમાં બીજા અન્ય પ્રોજેકટો પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે, આગામી દિવસોમાં તળાવ, પેરીફેરી પર આવેલ તમામ ઝરુખાને રીકોટીંગ કરીને આકર્ષક બનાવવામાં આવશે, રણમલ તળાવ રુા.૪૫ કરોડના ખર્ચે ફરીથી બનાવવામાં આવ્યું છે, જામનગરમાં રણજીતસાગર ઉદ્યાન, ઝાંસીની રાણી સ્ટેચ્યુ અને હવે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરનો ઐતિહાસિક વારસો જાળવવા માટે મહાપાલિકા દ્વારા પ્રયાસો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application