જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ઉપક્રમે આત્મનિર્ભર ભારત અભિયાન-ર૦રપ અંતર્ગત સમસ્ત હાલાર સહકારીતા સ્નેહમીલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના બન્ને જીલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સહકારી ક્ષ્ોત્ર સાથે જોડાયેલા હોદેદારો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતાં, સમસ્ત હાલાર સહકારીતા સ્નેહમિલન સમારોહમાં વડાપ્રધાનના હર ધર સ્વદેશી, ધર-ધર સ્વદેશી... ના સુત્રને સાર્થક કરવા અને પોતાની રોજીંદી જીંદગીમાં માત્ર સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીશું તેવો સંકલ્પ ગ્રહણ ર્ક્યો હતો.
આ સમારોહનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગ્ટયથી કરવામાં આવ્યો હતો. જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલે સૌને આવકારી તેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતીત અને સતત કાર્યરત છે. વડાપ્રધાને દેશના દરેક ગામમાં સહકારી પ્રવૃતિ પહોંચાડવાનો નિર્ધાર ર્ક્યો છે. દેશમાં આઝાદી પછી સૌ પ્રથમ વખત કેન્દ્રમાં અલગથી સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે સહકારી ક્ષ્ોત્રને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે અને સહકારથી સમૃધ્ધિનો સંકલ્પ સાકાર થઈ રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમીતભાઈ શાહે આગામી સમયમાં દેશમાં બે લાખથી વધુ સહકારી મંડળીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે તેમજ સહકાર ક્ષ્ોત્રમાં ખુબ જ ઉપયોગી એવી બે એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી સહકાર ક્ષ્ોત્રમાં ડીજીટલ ક્રાંતિ આવશે. આ અભિયાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ સહકાર મંત્રી અને હાલના પ્રદેશ અધ્યક્ષ્ા જગદીશભાઈ પંચાલનો પણ ખુબ જ સહયોગ સાંપડી રહ્યો છે.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની પ્રગતિ અંગેની વિગતો આપતા ચેરમેન જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે, બેંકમાં નવા ર૭ હજાર ખાતા ખુલ્યા છે, રૂપીયા અઢીસો કરોડથી વધુ નવી ડીપોઝીટ આવી છે. આ ડીપોઝીટો લો-રેટથી હોવાથી બેંકને ફાયદો મળી રહ્યો છે. બેંક દ્વારા ગામડાઓમાં માઈક્રો એટીએમની સુવિધા આપવામાં આવે છે. મોબાઈલ બેંકીંગ સુવિધાથી ગામડામાંથી જ બેંકને લગતો તમામ વ્યવહાર થઈ શકે છે. રિર્ઝવ બેંક ઓફ ઈન્ડીયા પાસે ૩૭માંથી હાલારમાં વધુ ૧પ નવી બ્રાન્ચ શરૂ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે.
જામનગરમાં ૬૭ વર્ષ્ા પછી બેંકનું અધતન અને વિશાળ બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે જેમાં બેંકના સભાસદો, ખેડુતોને રહેવા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. એટલું જ નહીં ર૦ વર્ષ્ા પછી જીલ્લા સહકારી બેંકના નેજા હેઠળ સ્નેહમિલન સમારોહ યોજાયો છે જે ખુબ આનંદદાયક બાબત છે, આ ઉપરાંત બેંકની પોતાની માલીકીના હોય તેવા નવા આઠ બિલ્ડીંગના નિર્માણ થઈ ગયા છે.
કેન્દ્ર સરકારની અને સહકાર ક્ષ્ોત્રની તમામ યોજનાઓનો લાભ દરેક ગામડામાં મળતો રહે તે દિશામાં પણ બેંક કાર્ય કરે છે. બેંકના સંચાલનમાં બોર્ડના તમામ ડાયરેકટર્સ સાથે સમૂહમાં નિર્ણય લેવાય છે અને તમામ ડાયરેકટર્સ, બેંકના ઓફીસરો, સ્ટાફની સતત જહેમતના કારણે બેંક ઉતરોતર પ્રગતિ કરી રહી છે તેમણે ઉદ્દબોધનના અંતે બેંકના સભાસદોને આ વરસે આકર્ષ્ાક ડીવીડન્ડ મળશે તેવી ખાત્રી આપી હતી.
આ સમારોહમાં અમદાવાદથી પ્રવક્તા તરિકે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના સહકાર સેલના પ્રદેશ સંયોજક બિપિનભાઈ પટેલે તેમના વિશેષ્ા વક્તવ્યમાં સૌ ઉપસ્થિતોને નૂતન વર્ષ્ાના અભિનંદન આપ્યા હતાં અને જણાવ્યું હતું કે આઝાદી પછી ૬૦ વરસ સુધી કોંગ્રેસના શાસનકાળમાં સહકારી ક્ષ્ોત્રની ઉપેક્ષ્ાા જ થઈ હતી પણ અંતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર દ્વારા સૌપ્રથમ વખત કેન્દ્રમાં અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે અને તેના મંત્રી પદે અમિતભાઈ શાહની વરણી થયા પછી સમગ્ર દેશમાં સહકાર ક્ષ્ોત્રમાં ચોતરફ વિકાસ થઈ રહ્યો છે. તેમણે સુજાવ કમિટી બનાવી સહકાર ક્ષ્ોત્રને વધુને વધુ મજબુત કરવાના સૂચનો મેળવવાની પ્રથા ચાલુ કરી છે. આ ઉપરાંત દેશમાં સહકાર ક્ષ્ોત્રને સંપૂર્ણ આધુનિક અને કોમ્પયુટરાઈઝડ કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલુ કરી છે. અત્યારે દેશમાં વચેટીયાઓની બાદબાકી થઈ ગઈ છે અને સરકારી અને સહકારી યોજનાઓની સ્પર્ધા આર્થિક લાભ અને સહાય સીધા વ્યક્તિના બેંકના ખાતામાં જ જમાં થાય છે.
ગૃહમંત્રી અમીતભાઈ શાહે કોઈપણ સહકારી મંડળી ફડચામાં ન જાય તે માટે નવા રર (બાવીસ) બાયલોઝ બનાવ્યા છે, જેમાં મંડળી વિવિધ વ્યવસાય કરીને આવક કરી શકશે. મંડળીઓ અને સંધોના ગોડાઉન બન્ને તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મંડળીઓ તેમના આર્થિક વ્યવહાર જીલ્લા બેંક સાથે જ કરે તો જીલ્લાનો પૈસો જીલ્લામાં જ રહેશે અને જીલ્લા બેંક આર્થિક રીતે મજબુત બનશે અને પરીણામે બેંક સાથે સંલગ્ન મંડળીઓ અને તેના સભાસદો પણ સમૃધ્ધ બનશે, ગુજરાત સહિત ચાર પ્રદેશમાં સહકાર મંત્રાલય દ્વારા કેબ ડ્રાઈવરો નવી સ્વરોજગાર યોજના શરૂ કરી છે, ગુજરાતના આણંદમાં દેશની સૌપ્રથમ સહકાર યુનિવર્સીટી બની રહી છે.
નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી તેમણે મેઈન ઈન ઈન્ડીયા અને સ્ટાર્ટ અપ ઈન્ડીયાને ટોચની પ્રાથમિક્તા આપી તેનો આરંભ કરાવ્યો હતો, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલે સ્વદેશીના નારા સાથે આઝાદીની લડાઈમાં દેશને એક ર્ક્યો હતો, દેશમાં જ સ્વદેશી ઉત્પાદન થાય, તેનો જ ઉપયોગ થાય તો તે પણ મોટી દેશ સેવા જ ગણાશે. ગુજરાતમાં ૧૮૦ થી વધુ સભાઓ / સંમેલનો યોજાયા છે, સ્વદેશી અને સહકારથી જ ભારત ર૦૪૭ માં સંપૂર્ણ વિક્સીત દેશ બની શકશે, તેમણે અંતમાં ઉપસ્થિત સૌને સહકાર ક્ષ્ોત્રમાં જોડાઈને સ્વદેશી અપનાવી દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આ સમારોહમાં ઉપસ્થિત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને બેન્કના ડાયરકેટર રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે. સ્વદેશી અપનાવોની ચળવળમાં આપણે દેશમાં જ બનતી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ ર્ક્યો હતો. ભારતની આઝાદીની લડાઈ સમયે પણ સ્વદેશી ચળવળના કારણે દેશદાઝ-દેશભક્તિનો જુવાળ જાગ્યો હતો અને આઝાદીની લડત વધુ અસરકારક બની ગઈ હતી, તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં સહકારી ક્ષ્ોત્ર સૌથી મોટું ક્ષ્ોત્ર છે. દેશના પ૪ ટકા લોકો આ ક્ષ્ોત્ર સાથે સંકળાયેલ છે. સહકારી ક્ષ્ોત્રના વિકાસથી દેશમાં વિકાસનો સૂૂર્ય ઉગી શકે છે. આજે ભારતમાં શસ્ત્રોનું ઉત્પાદન થયા છે અને બ્રદ્મોસ મિસાઈલ ભારતમાં જ બન્યું છે. અગાઉ ૧૦૦ ટકા શસ્ત્રોની આયત થતી હતી તેના બદલે હવે ભારત ૪૦ ટકા નિકાસ કરે છે.
રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને બેન્કના ડાયરેકટર મુળુભાઈ બેરાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વરસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતને આત્મનિર્ભર બનાવવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. વડાપ્રધાન ભારતને આત્મનિર્ભર ભારત, નવું ભારત, વિક્સીત ભારત બનાવવા સૌના સહકાર સાથે સંકલ્પ જાહેર ર્ક્યો છે, જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના નવા ભવનના નિર્માણ કાર્ય માટે તેમણે સૌને અભિનંદન આપ્યા હતાં.
હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારાણા પ્રક્રિયામાં દરેક ગામમાં કાર્યરત સહકારી મંડળીના હોદેદારો અને સભ્યોને સરકારી તંત્રને સહકાર આપવા અનુરોધ ર્ક્યો હતો કોઈપણ વ્યક્તિનો મતાધિકાર ન છીનવાય જાય તે માટે જાગૃત રહી લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી હતી, આજે આપણે સૌ સ્વદેશી જ અપનાવવાનો... સંકલ્પ કરીએ અને વિશ્ર્વના સૌથી મોટી ત્રીજી આર્થિક તાકાત બનવાના સંકલ્પને સાકાર કરીએ.
આ સમારોહમાં ઉપસ્થિત દરેકને બેંકની માતૃસંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલની મદદથી પ્રકાશિત ‘સાયબર સાથી’ પૂસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ‘સ્વદેશી અપનાવવા’ નો સંકલ્પ સૌએ ઉભા થઈને લીધો હતો અને સર્વેએ સંકલ્પ પત્ર ભરીને પરત સોંપેલ હતા.
આ સમારોહમાં ગુજકોમોસલના વાઈસ ચેરમેન અને ક્રિભકોના ડાયરેકટર, બિપિનભાઈ પટેલ અને પૂર્વ કેબીનેટમંત્રી રાધવજીભાઈ પટેલ, પૂર્વ કેબીનેટમંત્રી મુળુભાઈ બેરા તથા સહકાર સેલના પ્રદેશ સંયોજક તેમજ ધારાસભ્યો મેધજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સૌરાષ્ટ્ર ઝોન-ર ના ઈન્ચાર્જ અને ગુજકોમોસલના ડાયરકેટર ૠષ્ાીભાઈ નથવાણી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, બેંકના વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા અને મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારા અને બેન્કના ડાયરેકટરો તેમજ હાલારના સહકારી ક્ષ્ોત્રના વિવિધ સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમારોહના અંતે બેંકના સી.ઈ.ઓ.મૌનીલભાઈ હાથીએ આભાર વિધિ કરી હતી, આ સમગ્ર સમારોહના આયોજનને સફળ બનાવવા બેંકના ચેરમેન જીતુભાઈ લાલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન-ર ના ઈન્ચાર્જ અને ગુજકોમોસોલના ડાયરેકટર ૠષ્ાીભાઈ નથવાણી તેમજ બેંકના સાથી હોદેદારો તેમજ ડાયરેકટરો, બેંકના સી.ઈ.ઓ., જનરલ મેનેજર, ઓફીસરો અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.