વિશ્વભરના મોટાભાગના યુવાનોમાં ચ્યુઇંગ ગમ ખાવાનો ટ્રેન્ડ છે. ખાસ કરીને યુવાનોને સ્કુલ બસ, કોલેજ, મેટ્રો અને મુસાફરી દરમિયાન મોટાભાગની જગ્યાએ ચ્યુઈંગ ગમ ખાવાનું ગમે છે. ચ્યુઈંગ ગમ ખાઈને અભ્યાસ કરવો એ ફાયદાકારક છે. ચ્યુઇંગ ગમ ખાઈને અભ્યાસ કરવાથી અભ્યાસ સારો થાય છે. આ વાત એક સંશોધનમાં બહાર આવી છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં યુવાનો ચ્યુઇંગ ગમ ખાવાનું પસંદ કરે છે. ક્રિકેટર્સથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી દરેક વ્યક્તિ અવારનવાર ચ્યુઈંગ ગમ ખાતા જોવા મળે છે. ઘણીવાર લોકો મુસાફરી દરમિયાન અને તેમના ફ્રી ટાઇમમાં ચ્યુઇંગ ગમ ખાવાનું પસંદ કરે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચ્યુઇંગ ગમ ખાવાથી અભ્યાસ દરમિયાન સ્કોર સુધરે છે. સેન્ટ લોરેન્સ યુનિવર્સિટીના સાયકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર સર્જ ઓનિપારે એક સંશોધન કર્યું હતું. જેમાં તેઓએ અવલોકન કર્યું હતું કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવ જતા પહેલાં પાંચ મિનિટ સુધી ચ્યુંઈંગ ગમ ખાઈને જેઓ પરીક્ષા આપવા ગયા તેઓએ પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓ કરતાં સારું પ્રદર્શન કરી શક્ય હતા. સંશોધન મુજબ, ચ્યુઇંગ ગમ મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે અને મેમરી સુધારે છે. ચ્યુંઈંગ ગમની અસર ટેસ્ટની શરૂઆતની 20 મિનિટ કે તેથી વધુ સમય ચાલે છે. જો કે તેની અસર લાંબો સમય રહેતી નથી.
ચ્યુઈંગ ગમના ઘણા ફાયદા છે. જો ચ્યુઇંગમમાં ખાંડ હોય તો તેને ચાવવાથી દાંતને નુકસાન થઈ શકે છે પણ મોઢું સુકાવાની સમસ્યામાં રાહત મળી શકે છે. આ સિવાય ચ્યુઇંગ ગમ કેલેરી પણ બર્ન કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય ચ્યુઇંગ ગમ મગજમાં લોહીના પ્રવાહને વેગ આપે છે. જે યાદશક્તિમાં સુધારો કરે છે. તેને ચાવવાથી સ્ટ્રેસમાંથી પણ રાહત મળી શકે છે. ચ્યુઇંગ ગમ એલર્ટ રહેવામાં મદદ કરે છે. જો થાકી ગયા હોય અને છતાં કામ કરવાનું જ છે તો ચ્યુઇંગ ગમ સક્રિય રહેવામાં મદદ કરશે. તે ગર્ભાવસ્થા દરમિયાન મોશન સિકનેસ અને મોર્નિંગ સિકનેસથી રાહત મેળવવામાં પણ મદદરૂપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech