જામનગરનાં શહેરીજનોને સુમાહિતગાર કરવામાં આવે છે કે, નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મિલ્કત વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરા ભરપાઈ કરવાની કાયદાકિય મુદ્દત તા.૦૧/૦૪/૨૦૨૪ અને તા.૦૧/૧૦/૨૦૨૪ વિતિ ગયેલ છે.ચાલુ નાણાંકિય વર્ષનાં વેરા બિલો એસએમએસ મારફત અને રૂબરૂ દરેક મિલ્કતધારકોને બજાવવી આપવામાં આવેલ છે.
ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન એડવાન્સ ટેક્સ રિબેટ અને ૧૦૦ % વ્યાજમાફી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે પરંતુ હજુ પણ ૬૦ % થી વધુ મિલ્કતધારકો દ્વારા તેઓનો બાકી વેરો ભરપાઈ કરેલ નથી. વેરા વસુલાત અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચીની બજવણી હાલ કરવામાં આવી રહેલ છે. વોરંટ અને અનુસૂચી બજવણી બાદ મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિલ્કત જપ્તીની કાર્યવાહીથી બચવા આપનો બાકી રહેતો મિલ્કત વેરો તથા અન્ય સંલગ્ન વેરા તુરંત જ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.તેમ જામનગર મહાનગરપાલિકાના (ટેક્સ) આસિસ્ટન્ટ કમિશ્નરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech