રાજકોટના વધુ ૧૫ વિસ્તારો અશાંત ધારામાં સમાવવા માટેનો અહેવાલ કલેકટરને સુપ્રત

  • December 24, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના વધુ ૧૫ વિસ્તારો અશાંત ધારામાં સમાવવા માટેનો અહેવાલ કલેકટરને સુપ્રત બે ધારાસભ્યોની રજૂઆત અને વિસ્તારવાસીઓની માગણી સાથે તત્રં હરકતમાં આવ્યું કલેકટર હવે અભ્યાસ બાદ આખરી નિર્ણય માટે દરખાસ્ત ગૃહ વિભાગમાં મોકલશે આજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજકોટ શહેરમાં અશાંત ધારા અમલના મામલે ઉઠી રહેલા અવાજને લઈને કલેકટર તથા પોલીસ તત્રં પણ હરકતમાં આવી ગયું છે. શહેરના વધુ ૧૫ વિસ્તારોને અશાંત ધારામાં સમાવવા માટેનો અહેવાલ પ્રાંત–૧ કચેરી દ્રારા કલેકટરને સુપ્રત કરાયો હોવાનું કલેકટર હવે અભ્યાસ બાદ પોલીસનો રીપોર્ટ મળતાની સાથે જ દરખાસ્ત ગૃહ વિભાગમાં મોકલવામાં આવશે તેમ કલેકટર તંત્રના સુત્રોમાંથી જાણવા મળે છે. રાજકોટ શહેરમાં વોર્ડ નં.૨ના અશાંત ધારામાં સમાવિષ્ટ્ર વિસ્તારોમાં નિયમ ભગં થતાં હોવાની વિધાનસભા ૬૯ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા ભાજપ અગ્રણીઓએ થોડા દિવસ પહેલા કલેકટરને રજુઆત કરી હતી. ત્યાર બાદ તુરત જ રૈયારોડ વિસ્તારમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યુ હતું. વોર્ડ નં.૨ના ઈસ્યુમાં કલેકટર તત્રં દ્રારા તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં વધુ એક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પોતાના વિધાનસભા ૭૦ ક્ષેત્રમાં આવતા વોર્ડ નં.૭, ૮ તથા ૧૪ના વિસ્તારોને અશાંત ધારામાં સમાવવા માટેની માગણી લાંબા સમયથી પેન્ડીંગ હોવાની રજુઆત કલેકટર સમક્ષ ગત સાહે કરી હતી. જયરાજપ્લોટ, વર્ધમાનનગર, પ્રહલાદપ્લોટ, સોની બજાર, રામનાથપરા, ગુંદાવાડી સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.૧૪માં રાધાનગર, લમીનગર, અનુપમ સોસાયટી, રાજનગર, મધુવન સોસાયટી તેમજ અન્ય એરીયાને અશાંંત ધારામાં સમાવવા રજુઆત કરાઈ હતી. એકાદ વર્ષથી ચાલી રહેલી માગણી સંદર્ભે બે બે ધારાસભ્યોએ તાજેતરમાં કરેલી રજૂઆત સાથે ગતિવિધિ તેજ બની છે. પ્રાંત કચેરી દ્રારા ૧૫થી વધુ વિસ્તારો અશાંત ધારામાં સમાવવા માટેનો અહેવાલ તૈયાર કરીને કલેકટરને સુપ્રત કરાયો હોવાનું જાણવા મળે છે. વોર્ડ નં.૭, ૮ અને ૧૪ના વિસ્તારોનો સમાવેશ કરાયો હોવાનું હવે કલેકટર દ્રારા અહેવાલનો અભ્યાસ થશે અને સાથે પોલીસ કમિશનર દ્રારા પણ અહેવાલ સુપ્રત થયાની સાથે સમગ્ર દરખાસ્ત ગૃહ વિભાગ સમક્ષ મોકલાશે. રાજકોટ જિલ્લા સમાહર્તા તત્રં દ્રારા તૈયાર થઈને મુકાનારી દરખાસ્ત પર આખરી મ્હોર ગૃહ વિભાગની લાગશે. ગૃહ વિભાગ દ્રારા અભ્યાસ બાદ જો કોઈ ફેરબદલ નહીં કરાય તો ગૃહ વિભાગની લીલીઝંડી મળ્યા સાથે રાજકોટ શહેરના વધુ ૧૫ જેટલા વિસ્તારોનો અશાંત ધારામાં સમાવેશ થશે. કલેકટર આજે ગાંધીનગર ગયા હોવાથી અશાંત ધારા સંદર્ભે પણ ગયા હોઈ શકેની કલેકટરના વર્તુળોમાં વાતો ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application