દીપિકા અને રણવીર વચ્ચે ખટરાગ ચાલી રહ્યાના અહેવાલ અંગે શું છે બંનેની પ્રતિક્રિયા

  • January 07, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા અને રણવીર વચ્ચે ખટરાગ ચાલી રહ્યાના અહેવાલ અંગે શું છે બંનેની પ્રતિક્રિયા

પઠાન ફિલ્મના બેશરમ સોંગમાં દીપિકાએ શાહરુખ ખાન સાથે આપ્યા ઉત્તેજક દર્શ્યો

એક દાયકા સુધી ડેટ કર્યા બાદ રણ-દીપએ લગ્ન કર્યા હતા, સૌથી પોપ્યુલર કપલ ગણાય છે

દીપિકા આ સમયે આવનારી ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે તેણે ઉત્તેજક ડાન્સ કર્યો છે. વધુમાં બેશરમ રંગ સોંગમાં પહેરેલી ભગવા કલરની બિકિનીએ વધુ વિવાદ જગાડ્યો છે. ત્યારે દીપિકા અને તેના એક્ટર પતિ રણવીર સિંહ વચ્ચે ખગરાગ બાદ બંને વચ્ચેના સંબંધો વણસી રહ્યાના અહેવાલ હતા. જો કે તેમણે આ બધી વાતોને અફવા ગણાવી છે. 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. પરંતુ એકવાર ફરી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બંને સ્ટાર્સના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે! 

 લગભગ એક દાયકા સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રણવીર અને દીપિકાના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને કદાચ બંને  વચ્ચે બધુ બરાબર  નથી. તેવામાં દીપિકા અને રણવીરે આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
 
રણવીર અને દીપિકાએ આ પ્રકારના રિપોર્ટ્સ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર  કોમેન્ટ કરીને  આ રિપોર્ટ્સને એક રીતે નકારી કાઢ્યા હતા. આ રિપોર્ટ્સ પછી ઘણી ઇવેન્ટ્સમાં કપલ એકસાથે પહોંચ્યું હતું, કેમેરાની સામે હાથ પકડીને પોઝ આપ્યા હતા અને અચાનક સોશિયલ મીડિયા પર એકબીજાની કોમેન્ટ્સ વધવા લાગી.

 આ અફવાઓનું ખંડન કરતાં દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ વીડિયોમાં, દીપિકા પાદુકોણ એન્જોય કરતી જોવા મળી હતી અને યાટ પર પવનની મજા માણી રહી હતી જ્યારે રણવીર સિંહે તેની આ ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી છે.

દીપિકા વ્હાઇટ અને યલો બિકીની પહેરીને મોમેન્ટ એન્જોય કરતી જોવા મળી હતી. વિડિયો શેર કરતાં દીપિકાએ છેલ્લુ એક વર્ષ કેવું રહ્યું તેની ઝલક બતાવી છે. સાથે જ આ વીડિયોની ક્રેડિટ તેણે રણવીર સિંહને આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application