લોકસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેવા સંજોગોમાં રાય સરકાર દ્રારા સરકારી કર્મીઓ, અધિકારીઓના બદલીનો આખરી રાઉન્ડ હાથ પર લેવાયો છે. રાયના નવનિયુકત આઠ આઈપીએસ ઓફિસરને પ્રોબેશ્નલ પિરિયડના પ્રથમ પોસ્ટિંગ અપાયા છે. સાથે સૌરાષ્ટ્ર્રના મળી રાયભરમાંથી કુલ ૬૫ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી છે.
બદલીના રાઉન્ડમાં રાજકોટ સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારીની બદલી લીંબડી, ભાર્ગવ પંડયાને વલસાડ મુકાયા છે, પંડયાના સ્થાને વડોદરા સિટીના રાધિકાબેન ભારાઈ મુકાયા છે. રાજકોટ ગ્રામ્યના એસ.એસ.રત્નુ બદલાતા તેમની જગ્યાએ એસ.એસ.રઘુવંશી, સીઆઈડી ક્રાઈમ રાજકોટના આર.એસ.પટેલની બદલી ગાંધીનગર થઈ છે. તેમની જગ્યાએ સાવરકુંડલાના એચ.બી.વોરા મુકાયા છે. રાજકોટ એસીબીના ડીવાયએસપી વી.કે.પંડયાની જામનગર બદલી થઈ છે. આ ઉપરાંત રાજકોટ પિમ રેલવેના ડીવાયએપી જે.કે.ઝાલાની જૂનાગઢ બદલી થતાં ત્યાં ઈશ્ર્વરભાઈ પરમારને મુકવામાં આવ્યા છે.
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખાલી પડેલી નાયબ અધિક્ષકની જગ્યા પર ડીવાયએપી જાડેજાનું પોસ્ટિંગ થયું છે. જૂનાગઢ ચોકીના ડીવાયએસપી બી.વી.ગોહિલને નવસારીના વિભાગીય પોલીસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર્રમાં અન્ય અધિકારીઓમાં મહત્પવાના ડીવાયએસપી જે.એચ.સરવૈયા, જામનગરના એમ.બી.સોલંકી, ડી.પી.વાઘેલા, દેવભૂમી દ્રારકાના એસ.એચ.આરડાને મોરબી મુકવામાં આવ્યા છે. જૂનાગઢ એસીબીના ડીવાયએસપી બી.એલ.દેસાઈની ગોધરા બદલી થઈ છે. સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પ.દોશીની એસીબી અમદાવાદમાં બદલી થતા દોશીના સ્થાને વી.બી.જાડેજાનું પોસ્ટિંગ થયું છે.અમરેલીમાં અંકલેશ્ર્વરથી ચિરાગ દેવાઈ મુકાયા છે. ગાંધીનગરના સાગર રાઠોડને દેવભૂમિ દ્રારકા, ગોધરાથી આર.બી.દેવધ્રા જામનગર ગ્રામ્યમાં, ઉના–ગીરસોમનાથમાં એમ.એફ. ચૌધરીને મુકવામાં આવ્યા છે. રાjયમાં કુલ ૬૫ ડીવાયએસપીની બદલીઓ થઈ છે
હવે ગમે તે ઘડીએ આઈપીએસ ઓફિસર્સની ટ્રાન્સફર, બઢતી
ઈલેકશન ઈફેકટને લઈને ગૃહ વિભાગ દ્રારા લાસ્ટ રાઉન્ડની બદલીઓનો લીથો કાઢવામાં આવી રહ્યો છે. ૬૫ ડીવાયએસપીની બદલી બાદ હવે રાયના મહાનગરોમાં સીપી, રેન્જ આઈજી, એસપી કક્ષાના આઈપીએસ એફિસર્સની બદલીનું લીસ્ટ ગમે તે ઘડીએ જાહેર થશે. રાજકોટ સિટીના ડીસીપીની બદલીઓ નિિત જેવી ગણાઈ રહી છે. આઈપીએસ ઓફિસર્સને બઢતીઓ પણ હોવાથી બઢતી સાથે બદલીઓ જાહેર થશે
નવા આઠ આઈપીએસ ઓફિસરને પ્રથમ તબક્કાના પોસ્ટિંગ અપાયા
ગુજરાત કેડરના ૨૦૨૧ની બેચના નવા આઈપીએસ ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા તેમને ડીવાયએસપી તરીકે પ્રારંભીક પોસ્ટિંગ અપાયા છે. જેમાં વલય અંકિત કુમાર વૈધને સાવરકુંડલા ડીવાયએસપી અંશુલ જૈન મહત્પવા–ભાવનગર, સુ.સાહિત્યા વી.ને પોરબંદર શહેર, લોકેશ યાદવને રાજપીપળા, ગૌરવ અગ્રવાલને બોડેલી છોટાઉદેપુર, સંજયકુમાર એસ.કેશવાલા આરવલ્લ ીના મોડાસા, વિવેક પ્રવિણકુમાર ભેડા મહિસાગરની અંતરામપુરમાં સુબોધ માનકરને બનાસકાંઠાના દિયોદર ખાતે પ્રોબેશ્નલ પિરિયડમાં ડીવાયએસપી તરીકે નિમણૂક અપાઈ છે. જયારે ૨૦૨૦ની બેચના બિશાખા જૈન, માધવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, સુનિધિ ઠાકુર તથા સિધ્ધાર્થ કોરકોન્ડા પાંચ આઈપીએસ ઓફિસરને નિમણૂકની પ્રતિક્ષા હેઠળ રખાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech