રુા.૨૩.૪૧ કરોડના ખર્ચે ભુજીયા કોઠાનું નવીનીકરણનું કામ ૯૫ ટકા પૂર્ણ

  • May 15, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮૫૨માં ભુજીયા કોઠાનું નિર્માણ કરાયું હતું: ૧૬૮ વર્ષ થયા બાદ ભૂકંપ ક્ષતિગ્રસ્ત થયેલો કોઠાનું ક્ધઝર્વેશન ક્ધસોલીડેશન એન્ડ રિ-પ્રોડકશનનું કામ થતાં જામનગરને નવું નઝરાણું મળશે

જામનગર શહેરમાં વિકાસના કામો થઇ રહ્યા છે, શહેરના રાજવી પરિવાર દ્વારા બનાવાયેલા કેટલાક બિલ્ડીંગોને રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન અને ક્ધસોલીડેશન એન્ડ રિ-પ્રોડકશન કરીને નવા વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે, લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળરુપી કડી ગણાતા ભુજીયા કોઠાનું નિર્માણ ૧૮૫૨ની સાલમાં કરવામાં આવ્યું હતું, ભૂકંપમાં આ કોઠો ક્ષતિગ્રસ્ત થતાં લોકો તેમાં જોવા માટે જઇ શકતા ન હતાં, આખરે રુા. ૨૩, ૪૧, ૮૮, ૪૭૨ના ખર્ચે અક્ષર શિલ્પ દ્વારા એસજેએમએમએસવીવાયની ગ્રાન્ટ દ્વારા ભુજીયા કોઠાનું કામ હવે લગભગ પૂર્ણતાના આરે છે, ૯પ ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે પાંચેક મહીના બાદ લોકો આ નવા ભુજીયા કોઠાને જોઇ શકશે અને જામનગરને એક નવલું નઝરાણું મળશે.
ભુજીયા કોઠાનું કામ ઝડપથી થાય તે માટે સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયા, પૂર્વ સીટી ઇજનેર શૈલેષ જોષી એ પણ અથાગ પ્રયત્નો કર્યા છે, બાજુમાં આવતી દુકાનોને હટાવવામાં તેઓએ અધિકારી ડીએમસી ભાવેશ જાની અને નાયબ ઇજનેર રાજીવ જાનીને સાથે રાખીને કાનુની વિધી પુરી કરીને દુકાનો હટાવી દેવાઇ છે, ત્યારે હવે ૧૬૮ વર્ષ જુની અને ૧૦૦ ફુટ ઉંચાઇ ધરાવતી આ ભુજીયા કોઠાની રાજયની સૌથી ઉંચી ઐતિહાસિક ઇમારત લોકોને ફરીથી જોવા મળશે.
ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળ રુપી કડી બની ગયો છે, સ્થાપત્યના નાશ પામેલ ઉપરના ત્રણ માળનું રિ-પ્રોડકશન વર્ક તેમજ સી આકારના ભાગનું રિ-પ્રોડકશન વર્ક કરી દેવામાં આવ્યું છે, ઉપરાંત ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ ઉપર ખંભાળીયા ગેઇટ તરફ આવતી વોલ સાથે જોડવા માટે રિ-પ્રોડકશન વર્ક કરવામાં આવ્યું છે, બીજા માળ પર રાઉન્ડ ગેલેરીને આકર્ષક બનાવવામાં આવી છે.
ભુજીયા કોઠાની તમામ બારી અને દરવાજા તેમજ નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રિ-પ્રોડકશન વર્ક અને ક્ધસોલીડેશન વર્ક કરાયું છે, ઉપરાંત હૈયાત સ્ટોનસ્ટેરનું રેસ્ટોરેશન વર્ક અને તમામ લાકડાની છતનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું છે, ભુજીયા કોઠાની અંદર અને બહાર તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક, બીજા માળ ઉપર અને તેના ભાગને જોડતી સીડી, પ્રથમ માળ પર આવેલ મૂર્તિ તેમજ ઇલેકટ્રીફીકેશન કેબલીંગ, લાઇટીંગ, સીસી ટીવી, સાઉન્ડ સિસ્ટમ અને ઇન્ટરકોમ બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત લોકોની સુવિધા માટે ટોયલેટ બ્લોકસ, હૈયાત ફલોરીંગનું ડીસમેન્ટલીંગ કામ તેમજ ફલોરીંગને લાઇમ સ્ટોન, ફલોરીંગ કરવાનું કામ ઉપરાંત સ્થાપત્યમાં ઉગી નિકળેલ તમામ વાસને દુર કરવામાં આવ્યા છે અને સ્થાપત્યના છેલ્લા માળ ઉપર હેલીમોગ્રાફી ડીસપ્લે મુકવાનું કામ કરવામાં આવ્યું છે, કેટલીક કાનુની અડચણ હતી તે હવે દુર થઇ ગઇ છે, જો કે થોડા મહિના દુકાનોના પ્રશ્ર્નો અને અન્ય કારણોસર ભૂજિયા કોઠાનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું, હવે થોડા દિવસોમાં આ નવલું નઝરાણું જામનગરવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
૧૬૮ વર્ષ પહેલા જામનગર શહેરમાં ભુજીયા કોઠાનું નિર્માણ થયું છે, જો કે ભુકંપ વખતે આ કોઠાને ભારે નુકશાન થયું હતું, ત્યારબાદ સ્થાપત્યને નુકશાન ન થાય તે રીતે ફરીથી પહેલાના જેવો જ ભુજીયો કોઠો બનાવવાનું કામ જામનગર મહાપાલિકાએ ઝડપ્યું છે.
**
શહેરીજનોને ભુજીયા કોઠારુપી નવલું નજરાણું જોવા મળશે
જામનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રુા.૨૩.૪૧ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો ભુજીયો કોઠો થોડા સમયમાં જ પૂર્ણ થશે, ૧૬૮ વર્ષ જુના ભુજીયા કોઠાને રેસ્ટોરેશન અને ક્ધઝર્વેશન કરવામાં આવ્યું છે, પાંચેક મહીના બાદ ફરીથી જામનગરવાસીઓ આ ભુજીયો કોઠો જોઇ શકશે, ઇમારતને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે ખ્યાલ રાખવામાં આવ્યો છે અને આકર્ષક ભુજીયો કોઠો લોકો આગામી દિવસોમાં જોઇ શકશે.
**
ભુજીયો કોઠો આકર્ષક પ્રવાસન સ્થળ બનશે
જામનગરનો ૧૬૮ વર્ષ જુનો ભુજીયો કોઠો ફરીથી તૈયાર થઇ રહ્યો છે અને ટુંક સમયમાં જ તે લોકો સમક્ષ મુકવામાં આવશે, ગુજરાતનું એક નવું પ્રવાસન સ્થળ તરીકે ભુજીયા કોઠાને જોવા આવશે. ભુજીયા કોઠાની આસપાસની તમામ કાનુની કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે, પહેલાની જેવો ભુજીયો કોઠો બને તે માટે કામગીરી કરવામાં આવી રહી છે, અગાઉ ખંભાળીયા ગેઇટ પણ બનાવવામાં આવ્યો હતો, આમ કોર્પોરેશન દ્વારા વધુ એક કલાત્મક સારુ કામ થયું છે અને મ્યુ. કમિશ્નર દિનેશ મોદી, ડીએમસી ભાવેશ જાની, નાયબ કાર્યપાલક ઇજનેર રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ કામ પૂર્ણતાના આરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application