અકારણે જગ્યા રોકતા આવા વાહનોને હટાવીને તેને પાર્ક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ
એક તો જામનગરમાં મઢી સાંકળી અને બાવા ઝાઝાની કહેવત મુજબ વાહનો વધુ છે, રસ્તા પર સમસ્યા કાયમની બની ગઇ છે, પાર્કિંગ પણ મહા મુસીબતે મળે છે, આ સંજોગોમાં કેટલાક વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ખડકી દેવામાં આવેલા ખખડધજ વાહનો સારી એવી જગ્યા રોકી રહ્યા છે અને જરી છે કે, તંત્ર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરીને આવા વાહનો હટાવી શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવે.
જામનગર શહેરમાં જકહેર માર્ગો પર પડેલા ભંગાર વાહનોએ રાહદારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા માર્ગ જેવા મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ભંગાર વાહનો પડેલા જોવા મળે છે. આ વાહનો ટ્રાફિકને અવરોધે છે, ન્યુસન્સ ફેલાવે છે અને આસપાસના વિસ્તારને અસુરક્ષિત બનાવે છે.
આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ એસ્ટેટ શાખાનો સંપર્ક કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગર મ્યુનિસિપલ કમિશ્નરના જાહેરનામા મુજબ, સડકો પર વાહનોનું પરિત્યાગ કરવું ગુનો છે. પરંતુ હકીકતમાં સ્થિતિ એવી છે કે, આ જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહયો છે.
સત્યમ કોલોનીના સ્થાનિક રહેવાસી જણાવે છે કે, ‘‘આ વાહનોના કારણે અમારા વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. બાળકો રમવા નીકળે ત્યારે આ વાહનો તેમના માટે જોખમી બની શકે છે. આ ઉપરાંત, આ વાહનોમાં કચરો જમા થવાથી દુર્ગંધ ફેલાય છે, અને મચ્છરો પેદા થાય છે. અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી.‘‘આ સમગ્ર મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે. તેઓએ આવા ભંગાર વાહનોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech