મોરબીમાં મમુ દાઢી હત્યા કેસમાં આરીફ મીર સહિત ત્રણ ઈસમોના રિમાન્ડ મંજૂર

  • November 28, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં મમુ દાઢીની હત્યા હત્યાના ગુનામાં અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ઈસમો ફરાર હતા અને ગુસીટોક કોર્ટમાં સરન્ડર કર્યા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો હતો અને આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
૨૦૨૧માં શનાળા બાયપાસ નજીક મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે તા. ૦૮–૦૯–૨૧ ના રોજ ગુનો નોંધાયો હતો બાદમાં તા. ૩૦–૦૯–૨૧ ના રોજ આરીફ મીર અને તેની ગેન્ગના ૧૮ ઈસમો વિદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કરાયો હતો જેમાં અગાઉ પોલીસે ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જોકે હત્યાના ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ફરાર હતા ગત તા. ૨૫ ને સોમવારે ગુજસીટોક કોર્ટમાં આરોપી આરીફ ગુલમામદ ધોળામીર, મકસુદ ગફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા એમ ત્રણ ઇસમોએ કોર્ટમાં સરન્ડર કયુ હતું જેથી મોરબી પોલીસે આરોપીઓની કબજો મેળવ્યો છે અને કોર્ટે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
જે મામલે ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું છે કે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા ત્રણ આરોપી ફરાર હતા જેને કોર્ટમાં સરન્ડર કરતા તેનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા છે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે ત્યારે હત્યાના બનાવ બાદથી એટલે કે સવા ત્રણ વર્ષથી આરોપીઓ કયાં કયાં રોકાયા હતા, કોને કોને મદદગારી કરી હતી તે દિશામાં તપાસ ચલાવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application