રાજકોટમાં 29 ઓક્ટોબર ના પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે આડેધડ ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગ બાદ મુરઘાગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 17 સાગરીતોને ઝડપી રિમાન્ડ મેળવ્યા બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા મુરઘા ગેંગના સાગરીતોના રિમાન્ડ પૂર્ણ થતા જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મંગળારોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગના વચ્ચે સવા માસ પૂર્વે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ઘટના બાદ પોલીસે બંને ગેંગના મોટાભાગના સભ્યોને ઝડપી લઇ ગુજસીટોક એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધી લુખ્ખા શખ્સોની શાન ઠેકાણે પાડી દીધી હતી.
મુરઘા ગેંગના 21 સભ્યો સામે પણ ગુજસીટોકનું શસ્ત્ર ઉગમ્યું હતું,જે ગુનામાં મુરઘા ગેંગના શાહજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ ઉર્ફે કાળુ વશીર (રહે જંગ્લેશ્વર શેરી નં ૧૧), ઇરફાન ઉર્ફે મુનો ઉર્ફે જીમી આમદ જુણાચ (રહે શાળા નં ૭૦ ની પાસે જંગ્લેશ્વર), તેજીમ રફીક ફુફાર (રહે મહેશ્વરી સોસાયટી શેરી નં ૦૨ ભવાની ચોક)
મુજકીર ઉર્ફે મુજુડો દિલાવર બ્લોચ (રહે જંગ્લેશ્વર શેરી નં ૨૧), સરફરાજ ઉર્ફે સેફુડો ઇકબાલ ખેડારા (રહે જંગલેશ્વર શે.નં.૨૭), અહેમદ ઉર્ફે દુડી રફીક બકાલી (રહે જંગલેશ્વર શેરી નં ૦૪ હુશૈની ચોક), સતાર ઉર્ફે મેંગણી સીદીક દોઢીયા (રહે જંગલેશ્વર), અંજુમ ઇસ્માઇલ ખીયાણી (રહે જંગ્લેશ્વર શેરી નં ૦૯/૧૩), સમીર સીંદર ચાનીયા (રહે જંગલેશ્વર શેરીનં.૬ હુશેની ચોક), દિનેશ હકા રીબડીયા (રહે શાળા નં ૭૦ ની સામે જંગ્લેશ્વર શેરી નં ૧), હમીઝ ઉર્ફે ભાણો હારૂનભાઇ આમદભાઇ હેરજા (રહે દેવપરા મેઇન રોડ પ્રણામી ચોક સીયાણીનગર-૧) અને અરમાન ઉર્ફે ચકી કાસમ સાંઘ (રહે.જંગલેશ્વર) ની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે જેલમાં રહેલ સમીર ઉર્ફે મુર્ધો યાસીન પઠાણ (રહે એકતા કોલોન કોલોની શેરી નં ૦૪ ઢાળ ઉતરતા, જંગલેશ્વર), શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાક વેતરણ (રહે. ખ્વાજા કા કરમ નિલમ પાર્ક સોસાયટી દેવપરા પાસે કોઠારીયા રોડ), સોહીલ ઉર્ફ ભાણૉ સીકન્દર ચાનીયા (રહે જંગ્લેશ્વર શેરી નં.૦૭ હુસૈની ચોક) અને સલમાન નનકે ફકીર (રહે ભોજાભગત ચોક પટેલ નગર શેરી નં ૦૧) નો જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા ગેંગ લીડર સમીર ઉર્ફે મુરઘો પઠાણ સહિતના ને જુદી જુદી જેલમાં ધકેલી દીધા હતા.