અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પારસ્પરિક ટેરિફથી મુક્તિ આપી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ અમેરિકાએ વિદેશી વસ્તુઓ પર એક સદીમાં સૌથી વધુ ટેરિફ લગાવ્યો હતો.
અમેરિકા કસ્ટમ એન્ડ બોર્ડર પેટ્રોલ (CBP)એ નોટિસ જારી કરીને કહ્યું છે કે આ ઉપકરણોને 10% વૈશ્વિક ટેરિફથી બહાર રાખવામાં આવશે. આ સાથે જ સેમિકન્ડક્ટર, સોલાર સેલ, ફ્લેટ પેનલ ટીવી ડિસ્પ્લે, ફ્લેશ ડ્રાઇવ અને મેમરી કાર્ડ સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને પણ ટેરિફથી બહાર રાખવામાં આવ્યા છે. સમાચાર અનુસાર અમેરિકા આ ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લગાવી શકે છે.
અમેરિકાનો ચીન પર 145% તો બાકીના દેશો પર 10% ટેરિફ
અમેરિકાએ 10 એપ્રિલે ચીન પર ટેરિફ વધારીને 145% કર્યો હતો. આ કાર્યવાહી ચીન દ્વારા અમેરિકા પર લગાવવામાં આવેલા 84% ટેરિફના જવાબમાં કરવામાં આવી હતી. જેવી અમેરિકાએ ટેરિફના દરો વધારીને 145% કર્યા ચીને પણ વળતો પ્રહાર કરીને યુએસ પર 125% ટેરિફ લગાવી દીધો હતો. જો કે આ ટેરિફ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારત સહિત 75થી વધુ દેશો માટે તમામ દેશો માટે એક સમાન બેઝલાઇન 10% ટેરિફની જાહેરાત કરી હતી.
ચીને કહ્યું હતું- ઝૂકવાને બદલે અંત સુધી લડીશું
અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે ચીને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તે અમેરિકા સામે ‘જબરદસ્તી’ ઝૂકવાને બદલે અંત સુધી લડવાનું પસંદ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન ઉશ્કેરણીથી ડરતું નથી, તે પીછેહઠ નહીં કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech