કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો

  • January 10, 2025 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને શુક્રવારે પુણેની એક વિશેષ અદાલતે હિન્દુત્વના વિચારક વી.ડી. સાવરકર વિશેની તેમની કથિત વાંધાજનક ટિપ્પણી બદલ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં જામીન મંજૂર કર્યા હતા.


રાહુલ ગાંધી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર થયા હતા. વિશેષ કોર્ટે તેમને રૂ. ૨૫,૦૦૦ ના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા.


આ કેસમાં અરજદારે આરોપ મૂક્યો હતો કે ગાંધીએ સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરીને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. ગાંધીએ કરેલી ટિપ્પણીઓ અને તેના પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી.


સુનાવણી હવે 18 ફેબ્રુઆરીએ થશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહન જોશી જામીન તરીકે કોર્ટમાં હાજર થયા હતા. ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મિલિદ પવારે જણાવ્યું હતું કે કોર્ટે કોંગ્રેસ નેતાને તેની સમક્ષ હાજર થવામાંથી કાયમી મુક્તિ પણ આપી છે. પવારે કહ્યું કે આ કેસની સુનાવણી હવે 18 ફેબ્રુઆરીએ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application