વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે રાહત-બચાવની કામગીરી

  • July 25, 2024 11:08 PM 

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 49 લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 19 પુરુષ, 15 મહિલા, 14 બાળકો અને એક નાના બાળક સહિત કુલ 49 લોકોનો સમાવેશ થાય છે. 


વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા NDRF અને SDRFના સહયોગથી બચાવ-રાહત અને રેસ્ક્યુ કામગીરી કરવામાં રહી છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


મુખ્યમંત્રીએ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો મેળવ્યો તાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે રાહત-બચાવની કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application