રિલાયન્સ મીડિયા અને વોલ્ટ ડિઝની મીડિયાનું મર્જર હવે મુશ્કેલીમાં મુકાયું છે. ભારતીય પ્રતિસ્પર્ધી આયોગે ૭૧,૧૯૫ કરોડ પિયાના મર્જર પર આપત્તી જતાવતા કહ્યું છે કે, તેનો ઉદ્દેશ્ય માર્કેટમાં મોનોપોલી સ્થાપિત કરવાનો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની વચ્ચે મીડિયા એસેટસના ૮.૫ બિલિયન ડોલરના મર્જરને લગતા ૧૦૦ પ્રશ્નો પૂછયા હતા, જેમાં રમતગમતના અધિકારો સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે.
બે સૂત્રોએ જણાવ્યું કે સીસીઆઈ આ ડીલની તપાસ પર કામ કરી રહી છે. રિલાયન્સ અને ડિઝની વચ્ચેના સોદાની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી અને સ્પર્ધા નિરીક્ષકોએ ચેતવણી આપી હતી કે આ સોદો તપાસને વધુ તીવ્ર બનાવી શકે છે કારણ કે આ સોદો ભારતમાં મનોરંજન ક્ષેત્રને ૧૨૦ ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ સેવાઓ સાથે જોડશે. બંને કંપનીઓ પાસે ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટના આકર્ષક અધિકારો પણ હશે.
મે મહિનામાં પ્રા માહિતી અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ને એક ગોપનીય સંદેશાવ્યવહારમાં, કંપનીઓએ કહ્યું કે, તેમના મર્જરથી સ્પર્ધાને કોઈ નુકસાન થશે નહીં અને દલીલ કરી હતી કે ક્રિકેટના અધિકારો ૨૦૨૭ અને ૨૦૨૮માં સમા થઈ જશે. આ કંપનીઓએ કહ્યું કે, આનાથી અન્ય સ્પર્ધકોને બિડ કરવાની મંજૂરી મળશે અને જાહેરાતકર્તાઓ યૂ–ટુબ સહિત ઘણા સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પર ક્રિકેટ જોનારા ગ્રાહકોને લય બનાવી શકે છે.
આ બાબતથી માહિતગાર બે સૂત્રોએ જણાવ્યું હતું કે, સીસીઆઈએ હવે વધુ વિગતો માંગી છે, જેમાં એવા પ્રશ્નોનો સમાવેશ થાય છે કે યૂ–ટુબ જેવા માધ્યમ, જેમાં મોટે ભાગે મફત, વપરાશકર્તા–જનરેટેડ કન્ટેન્ટ હોય છે, તેની સરખામણી નેટિલકસ અને ડિઝની જેવી સબ્સ્િક્રપ્શન–આધારિત સ્ટ્રીમિંગ સેવાઓ સાથે કેમ કરી શકાય એક જ બજારમાં જોવા મળશે.
સૂત્રોએ નામ ન આપવાની શરતે અને ગોપનીય માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, રિલાયન્સ અને ડિઝનીએ સીસીઆઈના પ્રશ્નોના જવાબ આપ્યા છે અને દલીલ કરી છે કે યૂ–ટુબ પાસે તેનું પોતાનું લાઇસન્સ અને પેઇડ કન્ટેન્ટ તેમજ વ્યાપક પહોંચ છે. ગત વર્ષે મીડિયા પાર્ટનર્સ એશિયાના ડેટા દર્શાવે છે કે ભારતના ઓનલાઈન વિડિયો માર્કેટમાં યુટુબનો હિસ્સો ૮૮ ટકા છે, યારે પ્રીમિયમ વિડિયો માર્કેટમાં ૧૨ ટકા સ્ટ્રીમિંગ સેવાઓનું વર્ચસ્વ છે જે લાંબી પ્રીમિયમ સામગ્રી પ્રદાન કરે છે.રિલાયન્સ–ડિઝની પાસે ટોચની ક્રિકેટ ટુર્નામેન્ટસ તેમજ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ માટે અબજો ડોલરના ડિજિટલ અને ટીવી ક્રિકેટ અધિકારો હશે, જેણે સ્પર્ધા કમિશનની ચિંતા પણ વધારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech