પાંચ હજાર એકરમાં ગ્રીન એનર્જી પ્રોજેકટથી મોટી સંખ્યામાં જોબ જનરેશન: ગુજરાત આજે 5જી એનેબલ્ડ સ્ટેટ છે: રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યુ છે જેમાં ા.4 લાખ કરોડ તો ગુજરાતમાં રોકયા છે, આ કંપની ગુજરાતની છે અને ગુજરાતની રહેશે
આગામી દિવસોમાં રિલાયન્સ દ્વારા જામનગરમાં પાંચ હજાર એકર જમીનમાં ધીભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, ગ્રીન એનર્જી ઉત્પાદનના ગુજરાતના ટાર્ગેટમાંથી 50 ટકા ટાર્ગેટ પુરો કરવામાં રિલાયન્સ ગુજરાતને મદદ કરશે, આ પ્રોજેકટની મોટી સંખ્યામાં જોબ જનરેશન થશે અને જુલાઇ-2024 પછી આ પ્રોજેકટ અમો ચાલું કરી દેવાનું નકકી કર્યુ છે, સમગ્ર ભારતમાં રિલાયન્સે ા.12 લાખ કરોડનું રોકાણ કર્યુ છે, જેમાં માત્ર ગુજરાતમાં જ અમોએ ા.4 લાખ કરોડનું રોકાણ કર્યુ છે તેમ રિલાયન્સના સીઇઓ મુકેશ અંબાણીએ ગઇકાલે 10માં ગુજરાત વાયબ્રન્ટ સમીટમાં તેમના પ્રવચનમાં જણાવ્યું હતું.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં કાયમ મહત્વની ભૂમિકા ભજવતું રહેશે, એટલું જ નહીં આગામી 10 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કરશે, મેક ઇન ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવામાં અમારી કંપનીનો મોટો ફાળો રહેશે અને ગ્રીન ગ્રોથ ગુજરાતને મોખરે રાખશે, રિલાયન્સ દ્વારા જીઓએ સૌથી ઝડપથી 5જી અને બલ્ડ નેટવર્ક તૈયાર કરી દીધું છે, વિશ્ર્વના કોઇપણ દેશમાં 5જી નેટવર્ક આટલા સંગીત પાયા ઉપર તૈ્યાર થયું નથી, આજે વિશ્ર્વના મોટાભાગના દેશમાં 5જીનું આટલું સંગીન નેટવર્ક પણ નથી, ગુજરાત આજે 5જી એનેબલ્ડ સ્ટેટ છે તેથી ગુજરાત ડીઝીટલ ડેટા પ્લેટફોર્મ પર આરટીફીસીયલ ઇન્ટેલીજન્સ ઓડોપ્સનમાં ગ્લોબલ લીડર બની જશે.
એટલું જ નહીં 5જી એનેબલ હોવાથી જે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સના ક્ષેત્ર થકી જબરદસ્ત ક્રાંતિ આવશે, તેથી ગુજરાતના અર્થ તંત્રને વધુ પ્રોડકટીવ અને વધુ કાર્યક્ષમ બનાવશે, તેનાથી 10 લાખથી વધુ નવી જોબ ઓપોર્ચ્યુનીટી જનરેટ થશે. હેલ્થ, એજયુકેશન અને ફ્રામીંગ સેકટરમાં પણ રિલાયન્સ ક્રાંતિ લાવશે જેનો લાભ શહેરી અને ગ્રામ્ય વિસ્તારને મળશે.
રિલાયન્સનું રીટેઇલ તેનું મીશન આગળ ધપાવશે, ક્ધઝયુમર્સને કવોલીટી પ્રોડકટ અપાવશે તેનો લાભ લાખો ખેડુતોને મળશે અને મોટી સંખ્યામાં લાખો વેપારીઓને પણ આ લાભ મળશે, છુટક માર્કેટના ક્ષેત્રમાં અમારા રોકાણને કારણે દરેક ઘરને સારા પ્રોડકટસ મળતા હોવાથી દરેકની કવોલીટી ઓફ લાઇફમાં...
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત અમારી માતૃભૂમિ છે અને રહેશે, ગુજરાતમાં કાર્બન ફાઇબર ફેસેલીટીનો પ્લાન્ટ પણ રિલાયન્સ નાખી રહ્યું છે, આ પ્લાન્ટ વર્લ્ડ કલાસ પ્લાન્ટ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યુ છે કે, 2036ના ઓલ્મપીક માટે ભારત દાવેદારી કરશે તેની તૈયારી પે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રિલાયન્સ શિક્ષણ અને સ્પોર્ટસ તાલીમનું સ્તર સુધારવામાં અમો ફાળો આપીશું, તેને જોઇતી માળખાકીય સુવિધા ઉભી કરશે. અંતમાં રિલાયન્સ કાયમ માટે ગુજરાતની કંપની છે અને રહેશે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ તેઓ અશકયને શકય બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech