વિસાવદર પંથકમાં પૂરવઠા વિભાગ દ્વારા રેઢું પડ: રેશનિંગના ઘઉં, ચોખાની સંગ્રહાખોરી ચાલુ

  • December 27, 2023 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર શહેર તેમાં તાલુકામાં ફરી ગેરકાયદેસર ઘઉં, ચોખાના સંગ્રહખોરોના ડેલાઓ ધમધમા લાગ્યા છે જ્યારે આવા ગેરકાયદેસર ખરીદ કરનાર અને સંગ્રહ કરનાર સામે તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે. સતત અવરજવર અને સરકારી અધિકારીઓની કચેરીઓ સામેથી આવા સંગ્રહ ખોરો પોતાની ગાડીઓ ભરે છે અને માલની હેરફેર તંત્રની આંખ સામે કરી રહ્યા છે.સસ્તા અનાજનો વિતરણ શરૂ થયાના થોડા દિવસોમાં જ વિસાવદર તાલુકામાં ગામડે ગામડે કાળા બજારિયાઓ પોતાના વાહનો લઈને પહોંચી જાય છે અને વાહનોમાં રહેલ સ્પીકરમાં પણ મોટા અવાજમાં ઘઉં લાવો ચોખા લાવો ના બૂમો પાડીને અને લોકો પાસે તેમજ તાલુકાની  સસ્તા અનાજની ઘણી ખરી દુકાનો પાસેથી પણ ઘઉં ચોખાનો સ્ટોક ખરીદ કરી લે છે ત્યારે મોટાભાગની દુકાનોમાં કોઈપણ જાતનો સ્ટોક અને રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતું નથી ત્યારે પુરવઠા વિભાગ દ્વારા પણ આવી ઘણી દુકાનોમાં લાલિયા વાળી ચાલતી હોય તેવું પણ લાગે છે જ્યારે વિસાવદર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા માત્ર મહિનામાં ચારથી પાંચ દિવસ દુકાનો ખોલીને માલ વિતરણ પૂરું બતાવી દેવામાં આવે છે જ્યારે બાકીના દિવસોમાં ત્યાં આવનાર ગરીબ લાચાર લોકોને માત્ર ધરમનો ધક્કો થાય છે ત્યારે આવી દુકાનોમાં સ્ટોકમાં પણ ભારે તફાવત નીકળી શકે છે ત્યારે શા માટે આવી દુકાનદારો સામે કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી તેવું પણ લોકોમાં ચર્ચા રહી છે.વિસાવદર તાલુકામાં આવા ફેરીયાઓ દ્વારા વપરાતા છકડો રીક્ષા અને અન્ય વાહનો પણ કોઈપણ જાતના આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ વગરના હોય છે જ્યારે પીયુસી કે વીમો આવા છકડો રીક્ષાઓમાં હોતો નથી તેમ જ ઘણી છકડો રીક્ષામાં તો નાની ઉંમરના લવર મુછીયાઓ ચલાવી રહ્યા છે ત્યારે તેની સામે પણ યોગ્ય પોલીસ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા વાહન ચાલકો વિસાવદર શહેરમાં ભરચક વિસ્તારોમાં કોઈ અકસ્માત સર્જે તે પહેલા પોલીસ તેની સામે અને આરટીઓ અધિકારીઓ દ્વારા પણ આવા વાહન ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો અને રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application