રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગમાં શહેરના મવડી વિસ્તારમાં આવેલી મહાપાલિકાની જમીન રૂા.૭.૦૫ કરોડ જેવા સસ્તા ભાવેથી પેટ્રોલપપં બનાવવા આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીએ સર્વાનુમતે નામંજૂર કરી દીધી હતી. દરખાસ્તમાં સૂચવેલી રકમએ પ્રવર્તમાન બજારભાવ કરતા ઘણી ઓછી જણાતા આ દરખાસ્ત નામંજૂર કરવા માટે નિર્ણય કરાયો હતો. સ્ટેન્ડીંગ કમિટીની ગત મિટીંગમાં આ દરખાસ્ત રજૂ થઈ ત્યારે પ્રથમ દર્શનીય રીતે જ ભાવ ઓછા જણાયા હતા તેથી અભ્યાસ અર્થે દરખાસ્ત પેન્ડીંગ રખાઈ હતી પરંતુ અભ્યાસ બાદ પણ ભાવ મામલે સંતુષ્ટ્રી નહીં થતા આજે દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ વિગતો જાહેર કરતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મવડી વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમની જમીન પેટ્રોલપપં માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પેારેશન લિમિટેડને આપવાની હતી અને તે માટેની કિંમત પ્રતિ ચોરસ મિટરના રૂા.૬૦ હજાર લેખે કુલ રૂા.૭.૦૫ કરોડની કિંમત નક્કી કરવામાં આવી હતી અને આ દરખાસ્ત મંજૂર કરવા સ્ટેન્ડીંગ કમિટીને મોકલવામાં આવી હતી. તેમણે ઉમેયુ હતું કે ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ જમીનની કિંમત બજારભાવ કરતા ઓછી આંકવામાં આવી હોવાનું જણાતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. દરખાસ્તમાં જે ભાવ સૂચવાયો છે તે રૂા.૭.૦૫ કરોડની કિંમત ૨૦૨૧ની સ્થિતીએ હતી પરંતુ હાલ ૨૦૨૪ની સ્થિતીએ બજારભાવ ઘણા જ ઉંચકાઈ ગયા છે જેથી વધુ ભાવ મળવા જોઈએ અને વધુ ભાવ મળે તો જ જમીન આપવી જોઈએ તેમ જણાતા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જો ૨૦૨૪ની સ્થિતીના બજારભાવ અનુસારની કિંમત નક્કી કરીને દરખાસ્ત આવશે તો મંજૂર કરવા માટે જરૂરથી વિચારણા કરીશું.
દરમિયાન વિશેષમાં આ દરખાસ્ત અંગે પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની મવડી ટીપી સ્કીમ નં.૨૬માં આવેલા અનામત પ્લોટ નં.૪એની કુલ જમીન ૧૧,૮૯૮ ચોરસ મીટરમાંથી ૧,૧૭૬.૪૫ ચોરસ મીટર જમીનની માંગણી કરવામાં આવી હતી અને આ અનામત પ્લોટને વેચાણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની લેન્ડ ડિસ્પોઝલ કમિટીની તા.૩–૧–૨૦૨૩ના રોજ મળેલી મિટીંગમાં પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા.૬૦ હજારની કિંમત મૂકરર કરવામાં આવી હતી. આ ભાવથી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પેારેશન લિમિટેડને જમીન આપવા દરખાસ્તમાં સૂચવ્યું હતું. આ મુજબ કુલ રકમ રૂા.૭ કરોડ ૫ લાખ ૮૭ હજાર થતી હતી. સ્ટેન્ડીંગ કમિટીએ કરેલા અભ્યાસ અનુસાર દરખાસ્તમાં સૂચવેલો ભાવ એ ૨૦૨૧ની સ્થિતીનો બજારભાવ છે. યારે હાલ ૨૦૨૪ની સ્થિતીએ તેમાં ઘણો વધારો થઈ ગયેલ છે તેથી આટલા નીચા ભાવે જમીન વેચવામાં આવે તો મહાપાલિકાની તિજોરીને નુકસાન થાય તેવું સ્પષ્ટ્રપણે જણાતા આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ઉપરોકત દરખાસ્ત નામંજૂર થતાં મહાપાલિકાને થતું નુકસાન હાલના તબક્કે તો ચેરમેન જયમીનભાઈ ઠાકરની જાગૃતિ અને દુરંદેશીના કારણે અટકી ગયું છે પરંતુ આ સાથે અન્ય અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જેમાં જમીનની કિંમત બજારભાવ કરતા નીચી શા માટે આકારવામાં આવી, જમીનનું વેચાણ ૨૦૨૪માં થઈ રહ્યું છે તેમ છતા ૨૦૨૧નો બજારભાવ શા માટે વસુલવાનું સૂચવાયું, જમીનના ભાવ કોણ નક્કી કરે છે, કઈ રીતે નક્કી થાય છે, લેન્ડ ડિસ્પોઝલ કમિટીમાં કયા કયા અધિકારીઓ ઉપસ્થિત હોય છે, આ મામલે કોની જવાબદારી સુનિિત થાય છે, પદાધિકારીઓ સાથે પરામર્શ થાય છે કે નહીં? આ સહિતના અનેક સવાલો ઉઠા છે જેના જવાબ તંત્રવાહકો પાસે નથી. ભૂતકાળમાં અન્ય કોઈ મામલામાં તો આવું બન્યું નથી ને? તેની તપાસ થાય તો પણ હવે નવાઈ પામવા જેવું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદનો બદલો દુબઈમાં લીધો, ભારતની ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
March 04, 2025 09:48 PMHome Loan: શું આ હોમ લોન લેવાનો યોગ્ય સમય છે? જાણો સંપૂર્ણ હિસાબ
March 04, 2025 08:26 PMગુજરાતમાં માતા અને બાળમૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારના સઘન પ્રયાસો સફળ
March 04, 2025 08:09 PMGPSC પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, વર્ગ-1 અને 2 માટે નવા નિયમો લાગુ, જાણો વિગતો
March 04, 2025 08:08 PMરાજકોટ-વીરપુર જલારામ વિવાદનો સુખદ અંત...જાણો સમગ્ર મામલો
March 04, 2025 08:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech