આજે નાગરિકતા અધિનિયમની કલમ 6એ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સુધારા દ્વારા નાગરિકતા કાયદાની કલમ 6એની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાન્ત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો, જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ દશર્વિી. 1 જાન્યુઆરી, 1966 અને માર્ચ 25, 1971 વચ્ચે બાંગ્લાદેશથી આસામ આવેલા ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતાના લાભો આપવા માટે 1985માં આસામ સમજૂતીમાં કલમ 6એનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6એ બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. બહુમતીએ સુધારાને સાચો ગણાવ્યો છે. એટલે કે 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બાંગ્લાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આંકડા મુજબ, આસામમાં 40 લાખ ગેરકાયદેસર વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ ઓફ ડેટ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ
સાચી છે.
1985ના આસામ એકોર્ડ અને નાગરિકતા કાયદાની કલમ 6એ ને સુપ્રીમ કોર્ટ દ્વારા 4:1 ની બહુમતી સાથે સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનથી આસામ આવેલા લોકોની નાગરિકતા અકબંધ રહેશે. તે પછી આવનારા લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને કટ ઓફ ડેટ કરવી યોગ્ય છે. અરજદારે દલીલ કરી હતી કે 6એ ગેરબંધારણીય છે. કારણકે તે બંધારણના અનુચ્છેદ 6 અને 7ની તુલનામાં નાગરિકતા માટે અલગ-અલગ તારીખો નક્કી કરે છે, જ્યારે બંધારણમાં સંસદને આવું કરવાની સત્તા છે. તેના પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે દરેક નાગરિકે ભારતના કાયદા અને બંધારણને ફરજિયાતપણે સ્વીકારવું અને તેનું પાલન કરવું જોઈએ. નાગરિકતા આપતા પહેલા વફાદારીના શપથની દેખીતી ગેરહાજરી કાયદાનું ઉલ્લંઘન ન હોય શકે. કોર્ટે વધુમાં કહ્યું કે અમે દખલ કરવા માંગતા નથી. એસ6એ કાયમી ધોરણે કામ કરતું નથી.
જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ દર્શાવી
નાગરિકતા અધિનિયમની કલમ 6એ સાથે અસંમતિ વ્યક્ત કરતાં ન્યાયમૂર્તિ પારડીવાલાએ કહ્યું હતું કે ’અધિનિયમની કલમ 6એ તેના અમલીકરણ સમયે માન્ય હોઈ શકે છે, પરંતુ સમય જતાં તેમાં કામચલાઉ ખામીઓ સર્જાઈ છે. આ કલમ રાજકીય કરારને કાયદાકીય માન્યતા આપવા માટે ઘડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1985માં આસામ સમજૂતી દરમિયાન નાગરિકતા કાયદાની કલમ 6એ ઉમેરવામાં આવી હતી. આ કાયદા હેઠળ 1 જાન્યુઆરી 1966 પહેલા આસામમાં આવેલા બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિક ગણવામાં આવે છે. 1 જાન્યુઆરી, 1966 થી 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં આવેલા વસાહતીઓને કેટલીક શરતો સાથે ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. 25 માર્ચ, 1971 પછી આસામમાં આવનારા વિદેશીઓ ભારતીય નાગરિક નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech