પાકિસ્તાનને સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો કાર્યકાળ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી શ થશે અને તે આગામી બે વર્ષ સુધી યુએનએસસીનું સભ્ય રહેશે. ૧૯૩ સભ્યોની જનરલ એસેમ્બલીમાંથી પાકિસ્તાનને ૧૮૨ વોટ મળ્યા, જે બે તૃતીયાંશ બહત્પમતી માટે જરી ૧૨૪ના આકં કરતા ઘણા વધારે છે.આ સાથે જ પાકિસ્તાન સિવાય ડેન્માર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયાને પણ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સંયુકત રાષ્ટ્ર્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે નવા સભ્ય દેશોની જાહેરાત કરી હતી. ચૂંટાયેલા નવા સભ્ય દેશો જાપાન, ઇકવાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટઝર્લેન્ડનું સ્થાન લેશે. આ દેશોની સદસ્યતા ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સમા થઈ રહી છે.
પાકિસ્તાન ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એશિયન સીટ પર જાપાનનું સ્થાન લેશે અને આઠમી વખત યુએનએસસીનું કામચલાઉ સભ્ય બનશે. પાકિસ્તાને ૧૫ સભ્યોની પરિષદના સભ્ય તરીકે પાકિસ્તાનની પ્રાથમિકતાઓ અને લયો વિશે માહિતી આપી છે. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે કહ્યું કે દેશની પસંદગી યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની ક્ષમતાને વેગ આપશે
યુએનએસસીમાં પાકિસ્તાનની પ્રાથમિકતા શી હશે
પાકિસ્તાને સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ચૂંટાતાની સાથે જ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. મુનીર અકરમે સંયુકત રાષ્ટ્ર્રમાં તેમની પ્રાથમિકતાઓ ગણાવી હતી. જેમાંપેલેસ્ટાઇન અને કાશ્મીરના લોકો માટે આત્મનિર્ણયના સિદ્ધાંતને સમર્થન આપવું, દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું, આફ્રિકામાં સુરક્ષા પડકારોના ન્યાયી ઉકેલોને પ્રોત્સાહન આપવું, અફઘાનિસ્તાનમાં સામાન્યકરણને પ્રોત્સાહન આપવું અને સંયુકત રાષ્ટ્ર્રની શાંતિ રક્ષા કામગીરીને સમર્થન આપવું વગેરે મુદ્દાઓ સામેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech