જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૦૯/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.
આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબ ફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે બી.એસ.સી હોર્ટીકલ્ચર સાથે ૬ થી ૮ વર્ષનો અનુભવ, બોઈલર & ટર્બાઈન ઓપરેટર માટે ૪ વર્ષનો અનુભવ, B.E સિવિલ ૫ વર્ષનો અનુભવ, AOCP બે વર્ષનો અનુભવ, ફીટર, ડીપ્લોમા મિકેનીકલ અને (RSPL LTD એપ્રેન્ટિસશીપ માટે AOCP, FITTER, WELDER, DRAFTMAN, PACEGING ITI પાસ વર્ષ ૨૨-૨૩-૨૪) જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech