વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ ચૂંટણીમાં જીત બાદ બિટકોઈન પ્રથમ વખત એક લાખ ડોલરને પાર વટાવી ગયું છે. બિટકોઈન આજે એટલે કે ગુવાર, ૫ ડિસેમ્બરે ૧ લાખ ડોલરની સપાટીને પાર કરી ગયો છે. આજે બિટકોઈનની કિંમત માં ૫.૯% નો વધારો જોવાયો છે અને તે વધીને ૧૦૧,૪૩૮.૯ ડોલરની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
બિટકોઈનની કિંમતમાં તાજેતરના સમયમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. તેનું મુખ્ય કારણ અમેરિકાના નવા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ક્રિપ્ટોકરન્સી પ્રત્યે સકારાત્મક વલણ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા બાદ ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેશન સરળ બને તેવી શકયતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશનના અધ્યક્ષ તરીકે ક્રિપ્ટો–કરન્સીના સમર્થક પોલ એટકિન્સને પસદં કર્યા છે. જેના કારણે મોટી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.બિટકોઈન દરરોજ નવી ઐંચાઈઓ પર પહોંચી રહ્યું છે. તે તેના રોકાણકારોને ઉત્તમ કમાણી પ્રદાન કરે છે. જેના કારણે બિટકોઈનની માંગ વધી રહી છે. આ કારણે બિટકોઈનમાં વધુ વધારો થવાની ધારણા છે.
આ સિવાય ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે પણ બિટકોઈનની તુલના સોના સાથે કરી છે જેના કારણે બિટકોઈનની માંગ વધી છે. નવેમ્બર ૨૦૨૪ થી બિટકોઈનની કિંમતમાં આશરે ૧૪૦% નો વધારો થયો છે
ટ્રમ્પની જીત, બિટકોઈનના વધતા ઉપયોગની અસર
યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીત, બીટકોઈનને રાષ્ટ્ર્રીય અનામત તરીકે અપનાવવા અંગેની અટકળો અને માઇક્રોસ્ટ્રેટેજીના માઈકલ સાયલરની આગેવાની હેઠળના કોર્પેારેટ સ્તરે બિટકોઈનના વધતા વપરાશે પણ તેની કિંમતમાં વધારાને વેગ આપ્યો છે. તાજેતરમાં, ટ્રમ્પે સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશનના અધ્યક્ષ તરીકે ક્રિપ્ટો સમર્થક પોલ એટકિન્સને નામાંકિત કર્યા છે, જે બિડેન વહીવટ દરમિયાન ઉધોગમાં અસ્તિત્વમાં રહેલા ઘણા અવરોધોને દૂર કરી શકે છે. વધુમાં, તેમણે હેજ ફડં મેનેજર સ્કોટ બેસન્ટ અને કેન્ટર ફિટઝગેરાલ્ડ સીઈઓ હોવર્ડ લ્યુટનીકને ટ્રેઝરી અને કોમર્સ વિભાગના વડા તરીકે પસદં કર્યા છે, જેથી હજુ વધુ પ્રોત્સાહક ક્રિપ્ટો–કેબિનેટ બનવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech