ઉનાના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ તથા મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો

  • July 04, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થતા તમામ નદી.નાળા છલકાયા હતા. ત્યારે ચિખલકુબા ગામ નજીક આવેલ રાવલ ડેમ ઓવરફ્લો થતા ચાર દરવાજા ૦.૩૦ મી. ખોલવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ ભારે વહેતો જોવા મળ્યો હતો. તો બીજી તસ્વીરમાં ગીરગઢડાના કોદીયા ગામે નજીક મચ્છુન્દ્રી ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના ઉપરના ભાગેથી પાણી વહેતુ થયુ હતું. ત્યારે બન્ને ડેમમાં પાણી આવક વધતા નદીઓમાં બન્ને કાંઠે પાણી ધસમસતુ જોવા મળેલ હતું. રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી ડેમ બન્ને ઓવરફ્લો થતા તંત્ર દ્રારા બન્ને નદી કાંઠાના ૩૨ જેટલા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application