ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને MLA રિવાબા બન્યા ફિલ્મ પ્રોડ્યુસર

  • March 10, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


  • દંપતી નીના ગુપ્તા અને રણદીપ હૂડાની ફિલ્મના નિર્માતા બન્યા
  • 17 વર્ષ નાનો રણદીપ નીના સાથે ફિલ્મમાં રોમાન્ચ કરતો જોવા મળશે 



ટીમ ઇન્ડિયાના આધારસ્તંભ રવિન્દ્ર જાડેજાનું નસીબ આજકાલ જોરમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેની નોંધ લેવાઇ રહી છે.જાડેજાએ ઇજામાંથી બહાર આવીને ફરીથી કમબેક કરી લીધુ છે. હાલ ચારેય તરફ ઓલરાઉન્ડરની વાહવાહી થઈ રહી છે. તેની પત્ની રિવાબા જાડેજા ધારાસભ્ય બની ચૂક્યાં છે અને હવે રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ વધુ એક સાહસ કર્યું છે. એટલે બંનેએ બોલિવુડમાં ઝંપલાવ્યું છે.

જાડેજા દંપતિ એક ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ પચહત્તર કા છોરા છે. આ ફિલ્મનું પોસ્ટર રિવાબા જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું. જાડેજા દંપતી સાથે આ ફિલ્મને અભિનેત્રી નીના ગુપ્તા પણ પોડ્યૂસ કરી રહ્યા છે અને તેઓ આ ફિલ્મમાં લીડ અભિનેત્રીનો રોલ પણ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ પણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા સાથે 17 વર્ષ નાનો રણદીપ હુડ્ડા રોમન્સ કરશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી જ્યારે આ ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલ્ટર છે. ફિલ્મ કોમેડી જોનરની છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ગુજરાતના રાજકોટના વતની છે. તેમના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જીત્યા હતા. નોંધનીય છે કે, પત્ની રિવાબાને જીતાડવા માટે રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. જામનગરની બેઠક પર જીત્યા બાદ રિવાબા જાડેજા તરત કામે લાગી ગયા હતા અને જનસેવા શરૂ કરી દીધી હતી.

મૂહૂર્ત શોટ વખતે રાજસમંદના સાંસદ દીયા કુમારી પણ હાજર હતાં. તેમણે ફિલ્મના યુનિટને શુભકામના આપી હતી. આ એક એવી ફિલ્મ છે જે જીવનના એક બહુ જ મહત્વપૂર્ણ પાસાને હળવાફૂળ અંદાજમાં રજૂ કરશે. ફિલ્મના માધ્યમથી 75 વર્ષના યુવકની યાત્રાને દર્શાવાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application