જામનગર જિલ્લામાં આગામી તા.૬ અને તા.૭ ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાશે

  • December 06, 2024 11:54 AM 

જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાનાર કાર્યક્રમોમાં ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી તેમજ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવશે


રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૬ અને તા.૭ ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહિત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.


જેના ભાગરૂપે જામનગર તાલુકા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એરફોર્સ રોડ જામનગર ખાતે, લાલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભાલારા દાદા મંદિર ટ્રસ્ટ લાલપુર ખાતે, ધ્રોલ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પટેલ સમાજ ખાતે, કાલાવડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સૂર સાંગળા હનુમાનજી મંદિર, મોટા વડાળા પાટિયા પાસે, જામજોધપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એપીએમસી જામજોધપુર ખાતે, જોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. 


આ કાર્યક્રમોમાં વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાશે. તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. આ કાર્યક્રમોમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ખેડૂતો હાજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application