રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા વિહાન કેર સેન્ટર ખાતે એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિહાન કેર સેન્ટર ખાતે એચ.આઈ.વી. પીડિત દર્દીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ રો. દિવ્યેશ સોઢા દ્વારા તમામ દર્દીઓને તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓના સ્વાસ્થ્યમાં સુધારો થવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે, રોટરી ક્લબ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી કે આ પીડિતોમાંથી કોઈ દર્દી જો રોજગાર મેળવવા ઇચ્છા રાખે, તો તેમને રોટરી ક્લબના માધ્યમથી રોજગારની તક પુરી પાડવામાં આવશે. આ ખાત્રી સાથે ક્લબ દ્વારા એચ.આઈ.વી. પીડિતોની સમાજમાં પુન:સ્થાપન માટેના પ્રયત્નો કરતા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.આ પ્રસંગે ક્લબના અન્ય સભ્યોએ પણ ઉપસ્થિત રહીને દર્દીઓને માનસિક સહારો આપ્યો અને સ્વાસ્થ્ય તથા રોજગારની મહત્વતા પર ભાર મુક્યો હતો.રોટરી ક્લબ ઓફ પોરબંદર સતત આ પ્રકારની સેવામાં આગળ રહેતી રહી છે અને આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ્સની યાત્રા કરશે તેમ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech