લગ્નની અફવાઓ વચ્ચે, રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોંડા એરપોર્ટ પર જોવા મળ્યા, તેમનો કેઝ્યુઅલ લુક લોકોના ધ્યાનમાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. દરમિયાન, તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
છેલ્લા ઘણા મહિનાઓથી, રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોંડા ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના હોવાની અફવાઓ ચાલી રહી છે. હવે, જ્યારે તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા, ત્યારે આ ચર્ચા વધુ તીવ્ર બની છે.
અગાઉ, એવા અહેવાલો હતા કે આ દંપતી 2 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. જોકે, આ સમાચાર માત્ર એક અફવા સાબિત થયા.
આ દરમિયાન, હવે એવી ચર્ચા છે કે રશ્મિકા અને વિજય 26 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતીએ તેમના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ઉદયપુરમાં એક મહેલ પસંદ કર્યો છે.જોકે, વિજય કે રશ્મિકાએ સત્તાવાર રીતે તેમના લગ્નની જાહેરાત કરી નથી.
એરપોર્ટ પર બન્ને દેખાયા ત્યારે રશ્મિકા અને વિજયએ કેઝ્યુઅલ પોશાક પહેરેલા હતા.વિજય અને રશ્મિકા બંનેએ ન તો પેપ્સ સાથે વાત કરી હતી કે ન તો કેમેરા માટે પોઝ આપ્યો હતો.આથી ફેન્સમાં એ ચર્ચાએ વેગ પકડ્યો છે કે કાઈક તો છે જ.