પુષ્પા-2 ફિલ્મનું રશ્મિકા મંદાન્ના અને અલ્લુ અર્જુનનું ‘અંગારો’ સોંગ થયું રીલીઝ

  • May 29, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'પુષ્પાઃ ધ રૂલ' ફિલ્મનું અંગારો ગીત છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં હતું. ત્યારે આજે રશ્મિકા મંદાન્ના અને અલ્લુ અર્જુનનું ગીત અંગારોને રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતું. રશ્મિકા મંદાન્ના અને અલ્લુ અર્જુન પણ ગીતને પ્રમોટ કરવામાં કોઈ કસર છોડતા ન હતા., ચાહકોની આતુર્તાના અંતે પુષ્પા 2 ના આ રોમેન્ટિક ટ્રેકને રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં શ્રીવલ્લી અને પુષ્પા વચ્ચે રોમાંસ જોવા મળે છે.



પુષ્પા: ધ રાઇઝમાં લાલ ચંદનની દાણચોરીની વાર્તા દર્શાવવામાં આવી હતી. જ્યારે પુષ્પા 2માં સત્તા સંઘર્ષ બતાવવામાં આવશે. બંનેનું નિર્દેશન સુકુમારે કર્યું છે. પુષ્પા: ધ રૂલ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સાથે મહત્વની ભૂમિકામાં ફહાદ ફાસીલ પણ છે. ફિલ્મમાં ત્રણેય પુષ્પરાજ, શ્રીવલ્લી અને ભંવર સિંહ શેખાવતના પાત્રોને આગળ વધારતા જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application