અગાઉ જીઆરડી તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ ગાંધીગ્રામ પાસે વીતરાગ સોસાયટીમાં રહેતા શખસ સામે નાણાવટી ચોક પાસેના વિસ્તારમાં રહેતી ત્યકતાને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપીએ લ કરવાની લાલચ આપી તેની સાથે શરીર બાંધી તેના ફોટા પાડી લઈ સંબધં નહીં રાખે તો આ ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી. આ ફોટા મહિલાના પિતાને મોકલી દીધા હતા બાદમાં સમાધાન માટે બોલાવી ઝઘડો કરી તેની સાથે મારકૂટ કરી હતી. જેથી અંતે ત્યકતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ૧૫૦ ફટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસેના વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય ત્યકતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીતરાગ સોસાયટી બ્લોક નંબર ૮ માં રહેતા આશિષ રાવલનું નામ આપ્યું છે
ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પૂર્વે તે આશિષના સંપર્કમાં આવી હતી આશિષ અગાઉ જીઆઇડીમાં નોકરી કરતો હતો હાલ સસ્પેન્ડ છે. આશિષના સંપર્કમાં આવ્યા બાદ તેણે કહ્યું હતું કે, તેને તેની પત્ની સાથે માથાકૂટ ચાલે છે અને છૂટાછેડા આપી દેવાનો છે તેમ કહી લની લાલચ આપી પોતાના ઘરે તથા અલગ અલગ જગ્યાઓ લઈ જઇ તેની સાથે સંબધં બાંધ્યો હતો. બાદમાં આરોપીએ તેના ફોટા પાડી લીધા હતા.
આરોપી લ કરવા માટે યેનકેન બહાના આપતો હોય જેથી ફરિયાદીએ સંબધં ટૂંકાવી નાખતા આરોપીએ ધમકી આપી હતી સંબધં નહીં રાખે તો તારા ફોટા વાયરલ કરી દઈશ. તેમ કહી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાદમાં આ શખસે ફરિયાદીના ફોટા તેણીના પિતાને વોટસએપમાં મોકલી વાયરલ કરી દીધા હતા. ત્યારબાદ આરોપી સમાધાન માટે બોલાવી ફરી ત્યકતા સાથે ઝઘડો કરી મારકૂટ પણ કરી હતી અંતે આ શખસના ત્રાસથી કંટાળી જઇ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી આશિષ રાવલ વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૬૯, ૭૭, ૧૧૫, ૩૫૧(૩) અને આઇટી એકટની કલમ ગુનો દાખલ કર્યેા હતો. પીઆઇ કે.જે. કરપડા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી આશિષ રાવલને સકંજામાં લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech