ધ્રોલમાં મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

  • May 15, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી નયનાબેન સલીમભાઇ મકવાણા (ઉ.વ.૪૩) એ બે દિવસ પહેલા ચામુંડા પ્લોટમાં રહેતા શબીર ઉર્ફે શબલો સલીમ કેરની વિરુઘ્ધ ધમકી દીધાની ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર ગત તા. ૧૨ સાંજના સુમારે ફરીયાદીના ઘરે સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં લાકડાનો ધોકો લઇને આરોપી શબીર ફરીયાદીના દિકરાને મારવા માટે આવ્યો હતો પરંતુ ફરીયાદીનો પુત્ર સિકંદર ઘરે હાજર ન હોય આથી આરોપી સિકંદરના હાથ પગ ભાંગી નાખવા છે તેમ કહી અપશબ્દો બોલી ફરીયાદીને કહેલ કે તારો દિકરો સિકંદર રોડ પર નીકળશે ત્યારે તેના પર ફોરવ્હીલ ગાડી ચડાવી મારી નાખવો છે એવી ધમકી દીધી હતી.
**
જોડિયામાં પીધેલો પકડાયો
મોરબીના ધુળકોટમાં રહેતા ભાવેશ વિરજી ગમારા (ઉ.વ.૨૮) નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં એકટીવા નં. જીજે૩૬-એજી-૧૧૬૨ ચલાવીને નીકળતા જોડીયા પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application