રાજકોટમાં આજે મતદારોએ ચૂંટણીના દિવસની ઉજવણી જાણે કોઈ પર્વની ઉજવણી કરતા હોય તેવી રીતે કરી હતી મતદાન સવારે ૭:૦૦ વાગ્યાથી શ થવાનું હતું પરંતુ લોકો તેનાથી પણ અડધો કલાક વહેલા બુથમાં પહોંચી ગયા હતા. મતદાનમાં કોઈ વ્હીલ ચેરમાં આવ્યું તો અને અમુક જગ્યાએ વિન્ટેજ કાર લઈને મતદાન કરવા આવેલા લોકો પણ જોવા મળ્યા હતા. શાંતિથી લાઈનમાં ઊભા રહીને મતદાન કરી અમુક લોકો ગુપચુપ નીકળી ગયા હતા તો અમુક લોકો સમૂહમાં મતદાન માટે નીકળ્યા હતા અને ઢોલ નગારા વગાડી મજા માણી હતી. 'હમ જહા ખડે રહેતે હૈ લાઈન વહી સે શું હોતી હૈ' જેવા ડાયલોગ મારનારા અનેક ખેરખાઓએ આજે લાંબો સમય સુધી લાઈનમાં ઊભા રહીને મતદાન કયુ હતું. અનેક સોસાયટીઓમાં આજે મતદાનના દિવસે સવારે ગાંઠિયા જલેબીના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નાસ્તો કર્યા પછી બધા સમૂહમાં મતદાન માટે નીકળ્યા હતા. વસતં વાટિકા સોસાયટીમાં ઢોલ નગારા ખાતે મતદાન માટે લોકો નીકળ્યા હતા. સદગુ નગરમાં રાજા રામમોહનરાય સ્કૂલમાં ક્ષત્રિય સમાજના મતદારો પાઘડી પહેરીને મતદાન માટે આવ્યા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રંગીલા રાજકોટના મતદારો ઢોલના તાલ સાથે રાસ–ગરબે ઘૂમ્યારાજકોટ રંગીલું શહેર હોવાનું અમથું નથી કહેવામાં આવતું દરેક પર્વને ઉમંગ–ઉત્સાહના રંગમાં રાજકોટીયન્સ રંગી દયે છે પપછી લોકશાહીનું પર્વ પણ કેમ ન હોય, રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. સવારે સાત વાગ્યાથી મતદાન શ થતા જ મતદાન મથકો ખાતે મતદારો ઉમટી પડા હતા અને લોકોએ મતદાન માટે કતાર લગાવી જાગૃતતાને દર્શન કરાવ્યા હતા. આ તકે વસંતવાટીકા સહિતની સોસાયટીઓમાં ભાઈઓ–બહેનોએ ઢોલનગારાંના તાલ સાથે રાસ–ગરબે ઘૂમીને મતદાન માટે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech