રણબીર અરિજીતને પગે લાગ્યો, બન્નેની કેમેસ્ટ્રી બની ચર્ચાનું કેન્દ્ર

  • November 06, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણબીર કપૂર અને અરિજીત સિંહનો લેટેસ્ટ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ લેટેસ્ટ વિડીયોમાં રણબીર કપૂર અરિજીત સિંહને નત મસ્તક થઇ જાય છે. જો કે આ વિડીયો જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે.

રણબીર કપૂરની એનિમલને લઇને દર્શકોની વચ્ચે એક અલગ ક્રેઝ બની ગયો છે. આ ફિલ્મની ચારેબાજુ હાલમાં ચર્ચાઓ થઇ રહી છે. ચર્ચા થવા પાછળનું મુખ્ય કારણ આમાં રણબીર, લેખક નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની સાથે કામ કરી રહ્યા છે. ફેન્સ આ દિવસોમાં એક્ટર સાથે જોડાયેલી દરેક અપડેટને લઇને ઉત્સાહિત છે. આ વચ્ચે એક્ટરનો એક વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટેજ પર બધાની સામે એવું કરી રહ્યા છે કે લોકો ફિદા થઇ ગયા છે. ફેન્સ આ વિડીયો જોઇને ખૂબ ખુશ થઇ ગયા છે. આ વિડીયોને લઇને રણબીરની ચારેબાજુ લોકો ચર્ચા કરીને ખુશ થઇ ગયા છે.


હાલમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઇને એક નવો કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો, જ્યાં અરિજીત સિંહ ફિલ્મનું ગીત સતરંગા પર પરફોર્મ કરી રહ્યા હતા. અરિજીત સિંહ જેવી રીતે ગીત ગાવાનું શરૂ કરે છે ત્યાં રણબીર કપૂર સ્ટેજ પર એન્ટ્રી લેતા જોવા મળે છે. પછી અરિજીત સિંહને જોતા રણબીર કપૂર માથુ ઝુકાવે છે અને પછી સિંગરની આગળ નત મસ્તક થઇ જાય છે. આટલું જ નહીં આ પછી રણબીર અરિજીતના પગે લાગતા પણ જોવા મળે છે.


રણબીર પોતાના માટે આ સમ્માન જોઇને અરિજીત સિંહ એને ગળે મળી પડે છે. બન્નેનો પ્રેમ ભર્યો આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એકબીજા માટે સમ્માન અને ઇજ્જત જોઇને ફેન્સમાં ખુશી સમાતી નથી. ત્યાં રણબીર કપૂરના લોકો આ વિશે વખાણ પણ કરી રહ્યા છે.


1 ડિસેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થશે

ફિલ્મ એનિમલની વાત કરીએ તો આ ક્લાસિક સાગામાં અનિલ કપૂર, રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા શાનદાર કલાકાર જોવા મળી રહ્યા છે. એનિમલ ફિલ્મનું નિર્માણ  ભુષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી સીરીઝ, મુરાદ ખેતાનીની સિને1 સ્ટૂડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિક્ચર્સ દ્રારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ એક ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ તેમજ મલયાલમમાં રિલીઝ થવા માટે તૈયાર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application