૧૦,૦૦૦ લોકોની ટીમ સાથે બની રહેલી આ ફિલ્મ સૌથી ભવ્ય અને જાજરમાન હશે નિતેશ તિવારીની 'રામાયણ” આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. રણબીર કપૂર, સાઈ પત્રવી અને પશુ અભિનીત આ ફિલ્મ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ અહેવાલો આવી રહ્યા છે કે રિલીઝ પહેલા જ રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મે બોકસ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. 'રામાયણ' આ ખાસ રેકોર્ડ હાંસલ કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે.

'રામાયણ' વિશે દર્શકો સતત ઉત્સાહિત ષઈ રહ્યા છે. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત, આ ફિલ્મ ફક્ત તેના સ્ટાર કાસ્ટ અથવા બજેટ માટે જ નહીં, પરંતુ તેના વિશાળ સ્કેલ માટે પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે જંગી બજેટ સાથે બનાવવામાં આવી રહી છે. તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર, આ મેગા પ્રોજેક્ટ પર ૧૦,૦૦૦ થી વધુ ક્રૂ સભ્યો કામ કરી રહ્યા છે. નિતેશ તિવારીની રામાયણ અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય ફિલ્મોમાંની એક છે. ૧૦,૦૦૦ લોકોની ટીમ સાથે બનેલી આ ફિલ્મ રિલીઝ વાય તે પહેલાં જ ઇતિહાસ રચી ચૂકી છે. તે અત્યાર સુધીની સૌથી ભવ્ય અને વિસ્તૃત બોલિવૂડ ફિલ્મ છે.
ફિલ્મના નિર્માણમાં પ્રોડક્શન ડિઝાઈન, વિઝયુઅલ ઇફેકટ્સ, એકશન, કોસ્ચ્યુમ, મેકઅપ અને સંશોધન સહિત વિવિધ ટીમોના નિષ્ણાતનો સમાવેશ થાય છે. મહાકાવ્ય 'રામાયણ'ને આંતરરાષ્ટ્રીય ભવ્યતા સાથે પડદા પર લાવવા માટે ભારત અને વિદેશના ટેકનિકલ નિષ્ણાતોને બોર્ડ પર લાવવામાં આવ્યા છે. કવિત રીતે આ ફિલ્મ અત્યાધુનિક ટેકનોલોજી, ભવ્ય સેટ અને ઝીણવટભર્યા વિશ્વ નિર્માણ પર કેન્દ્રિત છે. નિર્માતાઓ તેને ફક્ત એક ફિલ્મ તરીકે નહીં, પરંતુ એક સિનેમેટિક અનુભવ તરીકે રજૂ કરવાનો ઈરાદો ધરાવે છે જે ભારતીય પૌરાણિક કથાઓને નવી રીતે વિશ્વ સમક્ષ રજૂ કરશે.નિતેશ તિવારીની 'રામાયણ'માં દક્ષિણ અને બોલિવૂડના દિગ્ગજ કલાકારો જોવા મળશે. રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા તરીકે અને પશુ રાવણ તરીકે ભૂમિકા ભજવશે. ફિલ્મ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. "રામાયણ" એ સાઈ પલ્લવીની બીજી હિન્દી ફિલ્મ છે. આ વર્ષે, અભિનેત્રીએ “એક દિન" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં, તે આમિર ખાનના પુત્ર, જુનૈદ ખાન સાથે જોવા મળી હતી. જુનૈદ ખાન અને સાઈ પત્રવીની ફિલ્મ "એક દિન" બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.