'રણબીર નહીં શાહરુંખ છે મારો ક્રશ'..'ગુજરાતી બા'ના આ વીડિયો પર કિંગખાને આપ્યું આવું રીએક્શન, જુઓ વિડીયો

  • February 22, 2023 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાહરૂખ ખાને આજે એક વિડીયો શેર કર્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા શાહરૂખ ખાનને પોતાનો ક્રશ જાનવી રહી છે. બાના આ વીડિયો પર શાહરૂખ ખાને પ્રેમભર્યો જવાબ આપ્યો છે. સિદ્ધાર્થ અમિત ભાવસારે પોતાની બાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે  બા ચા પી રહ્યા છે. જેમાં અમિત ગુજરાતી ભાષામાં બાને પૂછે છે, "બા તમારો ક્રશ કોણ છે?"  જેના પર બા જવાબ આપે છે, " પહેલા ધર્મેન્દ્ર હતો, હવે શાહરૂખ ખાન છે." અમિત ચોંકીને પૂછે છે, "શાહરૂખ ખાન છે, રણવીર કપૂર-રણબીર સિંહ?" જેના પર બા ના પાડે છે. બા કહે છે કે તેમની એક્ટિંગ મને પસંદ છે.


આ વીડિયો સિદ્ધાર્થ અમિત ભાવસારે ગઈકાલે શેર કર્યો હતો. હવે શાહરૂખ ખાને ગુજરાતી ભાષામાં જ બાને જવાબ આપતા લખ્યું છે, "બા હું પણ તમને પ્રેમ કરુ છુ." શાહરૂખ ખાનના આ ટ્વિટ પર હજારો રિએક્શન આવી રહ્યાં છે. થોડા સમયમાં તેના પર 1500થી વધુ રીટ્વિટ અને 8 હજારથી વધુ લાઈક્સ આવી ગયા. 
​​​​​​​

શાહરૂખ ખાન માટે વૃદ્ધની ચાહત અને કિંગ ખાનના જવાબથી પ્રશંસકો ગદગદ છે. એક યુઝરે લખ્યું, બાળક, વૃદ્ધ અને જવાન, બધાના દિલની શાંતિ શાહરૂખ ખાન. બીજાએ લખ્યું, પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઇ શકે છે. જેના માટે કોઈ ઉંમર હોતી નથી. તમારી સાથે છુ મારા શાહરૂખ ખાન. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application